તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એકસાથે અનંતની વાટ:પત્નીના અવસાનના 7 કલાક બાદ હ્દયરોગના હુમલાથી પતિનું નિધન

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જીવનભર સાથ દીધો, મોતની તાકાત શી, જુદા કરી શકે ?
  • પટેલ કોલોનીના વયોવૃદ્ધ દંપતિએ લગ્નની વર્ષગાંઠે સાથે જ જીવ છોડ્યો

ભારતીય સંસ્કૃતિમાં લગ્નને સાત જન્મોનું બંધન માનવામાં આવે છે. પરંતુ જૂજ કિસ્સામાં દંપતિ આ માન્યતાને સત્ય સિદ્ધ કરી શકે છે. જામનગરમાં પટેલ કોલોનીમાં વસવાટ કરતા વયોવૃધ્ધ દંપતિએ લગ્નના દિવસે એકસાથે અનંતની વાટ પકડી હતી. પત્નીના અવસાનના 7 કલાક બાદ પતિને હ્દયરોગનો હુમલો આવતા નિધન થયું હતું.જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેતા શાંતિલાલ કાકુભાઈ કાનાબાર (ઉ.વ.90) અને તેમના પત્ની નિર્મળાબેન શાંતિલાલ કાનાબાર (ઉ.વ.75)ની શુક્રવારે અખાત્રીજના મેરેજ એનિવર્સરી એટલે કે, લગ્નનો દિવસ હતો.

કાનાબાર પરિવારના વડીલ નિર્મળાબેનને ગુરૂવારે રાત્રીના હ્ય્દયરોગનો હુમલો આવતા તેમનું અવસાન થયું હતું. પત્નીના અવસાનના 7 કલાક પછી પતિ શાંતિલાલભાઈને પણ હ્ય્દયરોગનો હુમલો આવતા તેમનું પણ અવસાન થતા પરિવારે એકસાથે માતા-પિતાની છત્રછાયા ગુમાવી હતી. શાંતિલાલ અને નિર્મળાબેન બન્નેએ હ્ય્દયરોગના કારણે સાથે શ્વાસ છોડ્યા અને લગ્ન દિને જ બન્નેની અંતિમ ક્રિયા પણ સાથે થતા દુર્લભ સંયોગ રચાયો હતો અને જાણે બન્નેએ હમસફર તરીકે જિંદગીની સફર સાથે પૂરી કરી અને અનંતની યાત્રા પણ સાથે જ આરંભ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...