જામનગરના રામેશ્વરનગર વિસ્તારમાં પત્નીએ લીધેલી લોનના હપ્તા ન ભરી શકતા પતિએ આપઘાત કરી લેતા ચકચાર જાગી છે. જામનગરના રામેશ્વરનગર પાછળ આવેલા વિનાયક પાર્ક નજીકના શિવમ્ એસ્ટેટના બ્લોક નંબર 89/એમાં વસવાટ કરતાં પારસભાઈ વાલજીભાઈ જેઠવા(ઉ.વ.35) ના પત્નીએ ફાયનાન્સ બેંકમાંથી લોન લીધી હતી. તેના હપ્તા ભરપાઈ કરી રહેલા પારસભાઈ થોડાં મહિનાથી બાકી હપ્તાની ચૂકવણી ન કરી શકતા માનસિક તાણ અનુભવતા હતા.
આ દરમ્યાન રવિવારે રાત્રે પારસભાઈને મનમાં લાગી આવતા પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો. જેની જાણ થતાં પત્ની ધૈર્યસ્મિતાબેને તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા હતાં. પરંતુ મોડીરાત્રે પારસભાઈનું મૃત્યુ નિપજયું હતું. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.