તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:પતિએ પૈસા ન આપતા મહિલાનો આપઘાત, પિયર જવું હતું, લાગી આવતા ગળાફાંસો ખાઈ જીવતરનો અંત આણ્યો

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

જામનગરમાં સાંઢીયા પુલની બાજુમાં શારદાનગરની બાજુમાં રહેતા એક પરિણિતાએ ગળાફાસો ખાઇ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. મૃતક પરિણિતાને પોતાના પિયરના ઘરે આંટો મારવા જવુ હતું પરંતુ તેના પતિએ તેણીને પૈસા નહી આપતા આ પગલુભર્યુ હોવાનું પોલીસમાં જાહેર થયું છે.

શહેરના સાંઢીયા પુલ પાસે શારદાનગર સોસાયટીમાં રહેતા શારદાબેન સુનિલભાઇ હિરાભાઇ સાચીયા (ઉ.વ.30)નામના પરિણિતાએ પોતાના ઘરે પોતાની હાથે ગળાફાસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે પોલીસને તેણીના પતિએ જાણ કરતા સીટી સી ડિવિઝન દફતરનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. જયારે આ બનાવ સંદર્ભે તેણીના પતિએ જ પોલીસમાં નિવેદન આપ્યું હતું.મૃતક પત્નીને પીયર જવુ હતુ પણ પતિ પાસે પૈસા ન હોવાથી થોડા દિવસ પછી જવાનું કહેતા તેણીને લાગી આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...