આત્મહત્યા:દારૂ પીવા બાબતે પત્ની સાથે ઝઘડો થતાં પતિનો આપઘાત

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પિતાએ વાપરવાના પૈસા ન આપતા પુત્રએ ઝેરી દવા ગટગટાવી

જામનગર અને જામજોધપુરમાં અપમૃત્યુના ત્રણ બનાવો પોલીસ દફતરે નોંધાયા છે જેમાં દારૂ પીવા અંગે પત્ની સાથે ઝઘડો થતા યુવાને, પિતાએ વાપરવના પૈસા ન આપતા પુત્રએ તેમજ પાણીના ખાડામાં ડૂબી જતાં મહિલાનું મૃત્યુ થયું છે. જામનગર શહેરના ગોકુલનગર પાણાખાણ શેરી નં.3માં રહેતા અને મજૂરી કામ કરતા શિવ પરસોત્તમ મહેતા (ઉ.વ.47) નામના યુવાનને દારૂ પીવાની ટેવ હોય, રાત્રે તેની પત્ની સાથે બોલાચાલી થતાં લાગી આવતા ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં જામજોધપુરના ઝીરાવારી જીનથેરી વાડી વિસ્તારમાં રહેતા અશ્વિન વસરામભાઈ કણેત (ઉ.વ.22) નામના યુવાનને સાતમ-આઠમના તહેવારમાં પોતાના પિતા પાસે અવારનવાર વાપરવાના પૈસા માગતો હોય શુક્રવારે પણ તેના પિતા પાસે પૈસા માગ્યા હતા જે નહીં આપતા લાગી આવતા પોતાની મેળે પાકમાં છાંટવાની ઝેરી દવા પી લેતા ગંભીર હાલતમાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મૃત્યુ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

ત્રીજા બનાવમાં જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના અમરાપર ગામે વસાભાઇ પુંજાભાઇ બાંભવાની વાડીએ ખેત મજુરી કરતા કલાબાઇ શ્રીનાગુજી કેવડા (ઉ.વ.41) રહે-રૂદ્રાખ્યા તા-દેપાલપુર જી-ઇન્દોર રાજ્ય-મધ્યપ્રદેશ વાળાએ ગઈ કાલે પાણી પીવા માટે ખાડાના કાઠે ગયા હતા દરમિયાન તેણીનો પગ લપસી જતા તેઓ ખાડામાં પડી ગયા હતા અને ડૂબી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે જામજોધપુર પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...