જામનગરના રણજીતસાગર રોડ પર નિલકંઠનગર-ર વિસ્તારમાં રહેતા અને ઘુઘરાના ધંધા સાથે સંકળાયેલા યુવાને ઘરે ઝેરી દવા પી જતા તેનુ સારવારમાં મૃત્યુ નિપજયુ હતુ.મૃતકને પાડોશી સાથે સંબંધ હોય,જે બાબતે પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થતા મનમાં લાગી આવતા પગલુ ભરી લીધાનુ જાહેર થયુ છે.
પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર શહેરના રણજીતસાગર રોડ પર નિલકંઠનગર શેરી નં.2માં રહેતા અને ઘુઘરાના વ્યવસાય સાથે સકંળાયેલા નિલેશભાઇ જયેન્દ્રભાઇ ગોરાતલ (ઉ.વ. 45ા નામના યુવાને ગત તા.14ના રોજ સવારે ઘરે ઝેરી દવા પી જતા બેભાન હાલતમાં સારવાર અર્થે જી.જી. હોસ્પીટલમાં ખસેડાયા હતા જયાં સારવારમાં તેનુ મૃત્યુ નિપજયુ હતુ.
આ બનાવની મૃતકના પત્ની ગીતાબેન નિલેશભાઇ ગોરાતલએ જાણ કરતા સીટી એ પોલીસની ટીમ દોડી ગઇ હતી.પોલીસે મૃતકના પરીજનનુ નિવેદન નોંધ્યુ હતુ. જેમાં મૃતકને પાડોશી સાથે સંબંધ હોય,જે બાબતે પતિ-પત્ની વચ્ચે અવાર નવાર બોલાચાલી થતી હતી.જે બાબતનુ લાગી આવતા આ પગલુ ભરી લીઘુ હોવાનુ જાહેર થયુ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.