ફરિયાદ:ખટિયા પાસે પતિ- પત્ની અને પુત્રીનું અપહરણ કરી ત્રણ શખ્સે હુમલો કર્યો

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કોર્ટમાં ચાલતો ભરણપોષણનો કેસ પાછો ખેંચવાનું કહી મારી નાખવાની ધમકી આપી
  • ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી પત્નીને માવતરે મૂકી નાસી છૂટતા ફરિયાદ

જામજોધપુરમાં પિતાના ઘેર રહેતી પરિણીતાનું તેણીની સગીર પુત્રી સાથે લાલપુરના ખટીયા ગામ પાસેથી પતિ સહિતના ત્રણ શખ્સે મોટરકારમાં અપહરણ કરી હુમલો કરી કોર્ટમાં ચાલતો ભરણપોષણના કેસ પાછો ખેંચી લેવા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે.

જામજોધપુરમાં ગંજીવાડા પાસે સહજાદનંદ શેરીમાં રહેતા હીરલબેન પ્રકાશભાઈ બાબરીયા (ઉ.વ. 31) ગત શનિવારે બપોરે ત્રણેક વાગ્યે લાલપુર તાલુકાના ખટીયા ગામ પાસેથી પોતાની પુત્રી સાથે જઇ રહ્યા હતાં ત્યારે તેણીના પતિ મુકેશ વજશીભાઈ પીપરોતર તથા પોરબંદરના રાણારોજીવાળા ગામના વતની અને હાલમાં ભાણવડના ગુંદા ગામમાં રહેતા અને જેટકો કંપનીમાં નોકરી કરતા લખુભાઈનો પુત્ર અને અજાણ્યા શખ્સ મોટરકારમાં ધસી આવ્યા હતાં. બાદમાં ત્રણેય શખસોએ બળજબરીથી મોટરમાં હીરલબેન તથા તેની પુત્રીને બેસાડી અપહરણ કર્યું હતું.

રસ્તામાં પતિ મુકેશે જેતપુરની અદાલતમાં ચાલતા હીરલબેનના ભરણપોષણના કેસને પાછો ખેંચી લેવાનું કહ્યું હતું. પરંતુ તેણીએ ઈન્કાર કરતા ગાળો ભાંડી ધમકી આપી હતી. આથી મુકેશના કહેવાથી તેની સાથે રહેલા અજાણ્યા શખસે હીરલબેનને માથામાં ધોકો ફટકારતા માતા-પુત્રી ગભરાઈ ગયા હતા. તેણીને માથામાં ઈજા થતાં લાલપુરમાં ખાનગી ક્લિનિકમાં તેણીને લઈ જઇ સારવાર કરાવી જામજોધપુરમાં આવેલા હીરલબેનના પિતાના ઘેર પાસે માતા-પુત્રીને ઉતારી મૂકી ત્રણેય શખસો નાસી છૂટયા હતાં.

અન્ય સમાચારો પણ છે...