સ્પર્ધાના વિજેતા જાહેર કરાયા:જામનગરમાં વન્યજીવોની તસવીરો જોવા સેંકડો લોકો ઊમટ્યા

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાખોટા નેચર ક્લબ આયોજિત ઓપન જામનગર વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી સ્પર્ધામાં 40 તસવીરકારોના 100થી વધુ ફોટોગ્રાફ્સ આવ્યા હતાં
  • વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી સ્પર્ધાના વિજેતાઓને સન્માનિત કરાયા : એમ્યુઝમેન્ટ પાર્ક હૉલમાં યોજાયેલા પ્રદર્શનનો મોટી સંખ્યામાં શહેરીજનોએ લાભ લીધો

પર્યાવરણ ક્ષેત્રે વર્ષોથી કાર્યરત જામનગરની લાખોટા નેચર ક્લબ દ્વારા વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી દરમિયાન ઓપન જામનગર વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી સ્પર્ધાનું આયોજન કરાયું હતું. સ્પર્ધામાં અનેક તસવીરકારોએ ભાગ લઈ તેમની અદભૂત કૃતિઓ મોકલાવી હતી અને સ્પર્ધા બિન વ્યવસાયિક તસ્વીરકાર અને વ્યવસાયિક તસવીરકાર બે ભાગમાં યોજવામાં આવી હતી.

આ સ્પર્ધા બે વિભાગમાં યોજવામાં આવેલી ફોટોગ્રાફી સ્પર્ધામાં પ્રાણી અને પક્ષી વિભાગ મળીને લાખોટા નેચર ક્લબને 40થી વધુ તસવીરકારોના 100 થી વધુ ફોટોગ્રાફસ પ્રાપ્ત થયા હતાં. જેમાં જામનગરના યશોધનભાઈ ભાટિયા, અશ્વિનભાઈ ત્રિવેદી, જામનગર ફોટોગ્રાફર એસોસિએશનના પ્રમુખ પંકજભાઈ ભટ્ટની નિર્ણાયક પેનલ દ્વારા વિજેતાઓ જાહેર કરાયા હતાં. લાખોટા નેચર ક્લબ દ્વારા સ્પર્ધામાં ભાગ લેનાર તમામ તસ્વીરોનું તસવીર પ્રદર્શન જામનગર મહાનગર પાલિકાના સહકારથી સરદાર વલ્લભભાઈ પટેલ એમયુઝમેન્ટ પાર્ક હૉલમાં યોજવામાં આવ્યું હતું.

તસવીર પ્રદર્શનને મનપાના વોર્ડ નં. 2ના કોર્પોરેટર અને ગાર્ડન અને આરોગ્ય શાખાના ચેરપર્સન ડીમ્પલબેન રાવલ દ્વારા ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. વિજેતા સ્પર્ધકોને ઈનામ શાંતિલાલભાઈ વરૂ, જયપાલસિંહ જાડેજા, નવાનગર નેચર ક્લબના પ્રમુખ વિજયસિંહ જાડેજા, પંકજભાઈ ભટ્ટ, લાખોટા નેચર ક્લબના પ્રમુખ જગતભાઈ રાવલ, ઉપપ્રમુખ કમલેશ રાવત, સુરજભાઈ જોશી, મંત્રી ભાવિક પારેખ અને ખજાનચી જય ભાયાણી હસ્તે અપાયું હતું.

સ્પર્ધામાં વ્યવસાયિક વિભાગ પ્રાણીઓના ફોટોગ્રાફમાં પ્રથમ જયદેવસિંહ રાઠોડ,દૃતીય સૌમિલ માકડિયા અને તૃતીય પાર્થ સોલંકી વિજેતા જાહેર થયા, જ્યારે બિન વ્યાવસાયિક ફોટોગ્રાફર પ્રાણી વિભાગમાં પ્રથમ પલક આચાર્ય, દ્રિતીય ઈશિતા કોઠારી, તૃતીય હેમાંગી જાડેજા વિજેતા અને પક્ષી વિભાગમાં વ્યાવસાયિક ફોટોગ્રાફરમાં પ્રથમ દેવર્સ આચાર્ય, દૃતીય પાર્થ સોલંકી, તૃતીય ડીમ્પલબેન વરૂ, જયદેવસિંહ રાઠોડ તથા બિન વ્યવસાયિક ફોટોગ્રાફસ પક્ષીમાં પ્રથમ ઈશિતા કોઠારી, દૃતીય પ્રતિકભાઈ બાસુ, તૃતીય મહેન્દ્રભાઇ વિજેતા જાહેર કરાયા હતાં અને અતિથિ વિશેષના હસ્તે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં.

સમગ્ર ફોટોગાફી સ્પર્ધા અને પ્રદર્શનીને સફળ બનાવવા માટે લાખોટા નેચર ક્લબ જામનગરના પ્રમુખ જગત રાવલ, ઉપપ્રમુખ કમલેશ રાવત , સુરજ જોશી, મંત્રી ભાવિક પારેખ,ખજાનચી જય ભાયાણી, કમિટી મેમ્બર મયંક સોની, શબીર વીજળીવાળા તેમજ ઉદિત સોની, સંજય પરમાર, જિગ્નેશ નાકર, ઉમંગ કટારમલ અને જુમમાભાઇ સાફિયા, નિખિલ મહેતા, જીત સોની વિગરએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...