સરાહનીય કાર્ય:શાળા, કોલેજો અને જાહેર સ્થળો પર ચકલીના સેંકડો માળા લગાવાયા

જામનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જામનગરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સરાહનીય કાર્ય

જામનગર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ભારતમાં લુપ્ત થતું જતું પક્ષી એટલે કે ચકલીને બચાવવા માટે જામનગરમા આવેલ જાહેર સ્થળો અને કોલેજ,શાળા કેમ્પસો મા “ચકલી બચાવો” ના સુવિચાર સાથે ચકલીના માળા લગાવવામાં આવ્યા અને લોકોમાં માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ અભ્યાન મા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર જિલ્લાના પ્રમુખ કાર્યકર્તાઓ જીલ્લા સંયોજક સંજીતભાઈ નાખવા, નગર મંત્રી જયદેવસિંહ જેઠવા, નગર સહ મંત્રી, ઋત્વિક ભાઈ, કોષાધ્યક્ષ કુલદીપ ભાઈ ધારવીયા સહિતના કાર્યકર્તાઓ આ અભ્યાનમા જોડાયાં હતાં અને અત્યાર સુધીમાં અંદાજિત 100 જેટલા માળા લગાવવામા આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...