તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાઢ ધુમ્મસ:જામનગરે ધુમ્મસ ઓઢ્યું ભેજ 98 ટકાએ પહોંચ્યો, હાલારમાં રાત્રીનુ તાપમાન 1 ડિગ્રી ગગડ્યું

જામનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક

જામનગરમાં સોમવારે સતત બીજા દિવસે ભેજનુ પ્રમાણ વધી 98 ટકાએ સ્થિર થતા મોડીરાત્રીથી સવાર સુધી ધુમ્મસનુ ગાઢ આવરણ છવાયુ હતુ. જામનગરમાં મહામાસના પ્રારંભ સાથે જ તિવ્ર ઠંડીથી જનજીવને મહદઅંશે રાહત મેળવી છે.બીજી બાજુ મહતમ તાપમાનમાં પણ ગત સપ્તાહ દરમિયાન અવિરત વધારો થતા ઠંડી મહદઅંશે ગાયબ થઇ હોવાનો અહેસાસ શહેરીજનોએ કર્યો હતો. જામનગરમાં રવિવારે લઘુતમ તાપમાન 17.5 ડિગ્રીએ પહોચી ગયુ હતુ જે સોમવારે ફરી એક ડીગ્રી ગગડીને 16.5 ડિગ્રીએ સ્થિર થયુ હતુ જેથી ઠંડીનુ પ્રમાણ આંશિક વધ્યુ હતુ.બીજી બાજુ સુસવાટા મારતા પવનનો વેગ પણ વધ્યો હતો.

જેથી તાપમાનમાં ઘટાડા વચ્ચે બર્ફિલા પવનના કારણે મોડીસાંજ બાદ વાતાવરણમાં ફરી ટાઢોડુ છવાયુ હતુ.જામનગરમાં સોમવારે 10થી 20 કિ.મિ.ની ઝડપે પવન ફુંકાયો હતો.મહતમ તાપમાનમાં પણ સપ્તાહ બાદ ઘટાડો થતા પારો 29 ડિગ્રીએ રહયો હતો.જામનગરમાં તાપમાનમાં વધ ઘટ વચ્ચે સોમવારે ભેજનુ પ્રમાણ 98 ટકાએ પહોચ્યુ હતુ જેથી મોડી રાત્રે ત્રણ વાગ્યાથી સવાર સુધી ગાઢ ધુમ્મસ છવાયુ હતુ જેના કારણે શહેર તેમજ જિલ્લાના ઘોરીમાર્ગો પર વિઝીબીલીટી ઘટી જતા એક તબકકે વીશ ફુટ દુર સુધી નિહાળવુ પણ દુષ્કર બન્યુ હતું.

24 કલાકમાં મહત્તમ પારો 3.8 ડિગ્રી ગગડયો
જામનગરમાં એકાદ સપ્તાહ સુધી ત્રીસ ડિગ્રીને પાર રહેલુ દિવસનુ તાપમાન સોમવારે ઘટી ગયુ હતુ અને રવિવારે 32.8 ડિગ્રી પર સ્થિર થયલો પારો 29 ડિગ્રીએ પહોચ્યો હતો.જેનાથી બપોરે તાપ હળવો પડયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો