હવામાન:જામનગરમાં ભેજ ઘટીને 70 ટકા થયો, મિશ્ર ઋતુ

જામનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લઘુતમ તાપમાનમાં 0.5 ડિગ્રીનો ઘટાડો
  • સવારે-રાત્રીના ઠંડક તો બપોરે ગરમી

જામનગરમાં ભેજ ઘટીને 70 ટકા થતા મિશ્ર ઋતુ જોવા મળી રહી છે. લઘુતમ તાપમાનમાં 0.5 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. સવારે અને રાત્રીના ઠંડક તો બપોરે ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે. જામનગરમાં છેલ્લાં પખવાડિયાથી લઘુતમ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનું પ્રમાણ ઘટયું છે. ખાસ કરીને છેલ્લાં બે દિવસથી તો ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ગુરૂવારે ભેજનું પ્રમાણ 82 ટકા નોંધાયું હતું.

જેમાં શુક્રવારે 12 ટકાનો ઘટાડો થતાં 70 ટકા રહ્યું હતું. જયારે લઘુતમ તાપમાનમાં 0.5 ડિગ્રીનો ઘટાડો થતાં 15.5 ડિગ્રી નોંધાયું છે. જયારે મહતમ તાપમાનમાં 1 ડિગ્રીનો વધારો થતાં 32 ડિગ્રી નોંધાયું હતું. ભેજનું પ્રમાણ ઘટતા અને મહતમ તાપમાન વધતા બપોરના સમયે લોકોએ ગરમી અને બફારાનો અનુભવ કર્યો હતો. જો કે, હજુ પણ સવારે અને રાત્રીના વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે. જેના કારણે લોકો મિશ્ર ઋતુનો અનુભવ કરી રહ્યા છે. પવનની ગતિ 5 થી 10 કીમી પ્રતિ કલાક રહી હતી.

અન્ય સમાચારો પણ છે...