લોકોના આરોગ્ય સાથે ચેડાં:જામનગરના હાપામાંથી એનર્જી ડ્રિંક્સનો એક્સપાયર થયેલો જંગી જથ્થો ઝડપાયો, જથ્થાનો નાશ કરવામાં આવ્યો

જામનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એનર્જી ડ્રીક અને પાણીની બોટલનો સ્થળ પર જ નાશ કરાયો

જામનગરમાં હાપા વિસ્તારમાં આવેલા મોતિયું વાળા ટ્રેડર્સમાંથી એક્સપાયર ડેટ વારા ટાટા ગ્લુકોઝ કંપનીના એનર્જી ડ્રીંક નો માલ વેચી રહ્યા છે તેવી માહિતી જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખાને મળી હતી ત્યારબાદ ફૂડ શાખાની ટીમ દોડી ગઈ હતી તેમજ એક્સપાયર ડેટ વાળા એનર્જી ડ્રિંક્સ નો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.

જામનગર મહાનગરપાલિકા ની ફૂડ શાખા દ્વારા હાથ ધરાયેલી કામગીરીમાં એક લાખથી વધારેનો મોટા પ્રમાણમાં એક્સપાયર ડેટ વાળો સ્ટોક પકડી પાડવામાં આવ્યો હતો જેમાં ટાટા ગ્લુકોઝ એનર્જી ડ્રિંક 447 બોક્સ જેમાં કુલ 11,424 કપ જપ્ત કરવામાં આવ્યા હતા. તેમજ એક્સપાયર્ડ ડેટ વાળો ટાટા કોપર વોટરના 70 બોક્સમાં 360 પાણીની બે લીટર વાળી બોટલ જપ્ત કરવામાં આવી હતી.

શહેર જિલ્લામાં લોકોને પધરાવી દેવામાં આવતો એક્સપાયર ડેટ વાળો જપ્ત કરેલો માલ જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા અધિકારીઓ ની હાજરીમાં ડમ્પિંગ એરિયામાં નષ્ટ કરવામાં આવ્યું હતું.જામનગરમાં એક્સપાયરી માલના મોટા પ્રમાણમાં જપ્ત કરાયેલો જથ્થો એજન્સી અને દુકાનદારોમાં ભાગમભાગ મચી હતી.

એનર્જી ડ્રિન્ક ના નામે લોકોના આરોગ્ય સાથે ચેડા કરી એક્સપાયર ડેટ વાળા એનર્જી ડ્રીંક અને વોટર આપી ચેરા કરતી એજન્સીને ઝડપી પાડવા મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા અધિકારી ડીબી પરમાર એનપી જાસોલીયા અને પીએસ ઓડેદરા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...