માર્ગદર્શન:ઈ-એફઆઈઆર કઈ રીતે થઈ શકે ? જામનગર શહેરમાં 600 વિદ્યાર્થીઓએ જાણકારી મેળવી

જામનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જામનગર પોલીસ દ્વારા ધનવંતરી હોલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા વાહન ચોરી તેમજ મોબાઇલ ચોરીના કિસ્સામાં પોલીસ સ્ટેશન ન જવું પડે તે માટે ઈએફઆઈઆરની સુવિધા ચાલુ કરવામાં આવી છે તેની પ્રક્રિયા શું છે અને કેવી રીતે થઈ શકે તેની જાણકારી માટે જામનગરમાં વિદ્યાર્થીઓનો સેમિનાર રાખવામાં આવ્યો હતો જેમાં 600 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લઈ સુવિધાઓનો લાભ લઈ રીતે લઈ શકાય તેની જાણકારી મેળવી હતી.

ગુજરાત સરકાર દ્વારા વાહન ચોરી અને મોબાઈલ ચોરીના કિસ્સામાં ઈએફઆઈઆર નો઼ધાવવાની સુવિધા શર્ર કરવામાં આવી છે જેમાં કોઈપણ પ્રજાનો વાહન કે મોબાઈલ ચોરાય જાય તેવા કિસ્સામાં આ એફઆઈઆરની સુવિધા લઈ શકાય તેના માટેની પ્રક્રિયા શું હોય અને કેવી રીતે કરી શકાય તે માટે જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા ધનવંતરી ઓડિટોરીયમ હોલ ખાતે હરિયા સ્કૂલ, એસવીઈટી કોલેજ, મહિલા કોલેજ, ડીકેવી કોલેજ વગેરેના વિદ્યાર્થીઓનો એક સેમિનાર રાખવામાં આવ્યો હતો.

જેમા 600 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઈ આ સુવિધા કેવી રીતે લઈ શકાય અને કેવા સંજોગોમાં ઈએફઆઈઆર થઈ શકે તેની જાણકારી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં એસપી ઉપરાંત ડીવાયએસપી એમ.બી. સોલંકી, કૃણાલ દેસાઈ, જે.એન. ઝાલા અને પીઆઈ એમ.જે. જલુ, કે.જે. ભોયે અને કે.એલ. ગાધે ઉપરાંતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...