ઝુંબેશ:ડેન્ગ્યુ, મેલેરીયા કેસો શોધવા ઘરે-ઘરે સર્વે

જામનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોગ્ય કર્મીઓને સહકાર આપવો
  • તાવના કેસ શોધી કાઢવા ખાસ ઝુંબેશ

જામનગર શહેરમાં આરોગ્ય શાખા દ્વારા લોકોનાં ઘરે ઘરે જઈ હાઉસ ટુ હાઉસ વાહકજન્ય રોગ અટકાયતી કામગીરી કરવામાં આવી રહી છે. આ સર્વેલન્સ કામગીરી અઠવાડિક ધોરણે ઘરોનો સર્વે કરવામાં આવેલ છે આ ઘરોમાં પાત્રો ચકાસવામાં આવેલ. હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ દરમ્યાન શહેરીજનોમાં વાહકજન્ય રોગ અટકાયત સંબંધિત જાગૃતિ આવે તે માટે દૈનિક ધોરણે હાઉસ ટુ હાઉસ વિઝીટ દરમ્યાન કરવામાં આવી રહેલ છે.

ડેન્ગ્યુ, મેલેરિયા અને ચીકુનગુનિયાનાં પોઝીટીવ કેસમાં જાણ થયે તુરંત જ ગાઈડલાઈન મુજબની રોગનિયંત્રણ કામગીરી કરાવવામાં આવી રહેલ છે. પોઝીટીવ કેસના વિસ્તારમાં સઘન સર્વેલન્સ દ્વારા તાવના કેસ શોધી કાઢવા, પાણીનાં પાત્રોની ચકાસણી કરી પોરાનાશક કામગીરી કરવામાં આવે છે, નાગરિકો દ્વારા મચ્છર નિયંત્રણનાં પગલાં યોગ્ય રીતે લેવાય તે બાબતે સમજણ આપવામાં આવી રહી છે. આમ મહાનગરપાલિકા દ્વારા ઘરે-ઘરે સર્વે હાથ ધરી તાવના કેસ શોધવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...