તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહતમાં વધારો:મીની લોકડાઉન બાદ આજથી જામનગરમાં હોટલ, રેસ્ટોરન્ટ, બગીચા અને જીમ લોકો માટે ખુલ્લા મુકાયા

જામનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે મહિનાના લાંબા ગાળા બાદ મંદિરના દ્વારા પણ ખોલવામા આવ્યા

રાજ્યમાં કોરોનાની બીજી વેવ બાદ સંક્રમણમાં ઘટાડો થતા આજથી સરકાર દ્વાર વધુ છૂટછાટો આપવામા આવી છે. ત્યારે જામનગરમાં પણ આજથી સરકરાના આદેશ મુજબ બાગ બગીચા, જીમ, હોટલ રેસ્ટોરન્ટનો પ્રારંભ થયો હતો.

વાત હોટલ રેસ્ટોરન્ટની કરીએ તો, હવે રેસ્ટોરન્ટ સંચાલકો સવારે 9 થી સાંજે 7 વાગ્યા સુધી ગ્રાહકને રેસ્ટોરન્ટ બેસાડી ભોજન સર્વ કરી શકશે. સાંજ સાત વાગ્યા બાદ રેસ્ટોરન્ટમાં ફક્ત પાર્સલ સર્વિસ જ ઉપલબ્ધ રહેશે.

મંદિરોના દ્વાર આજથી ખુલ્યાબે મહિનાના લોકડાઉન બાદ આજથી ભક્તો માટે મંદિરોના દ્વારા પણ ખોલી નાખવામા આવ્યા છે. ગાઈડલાઈન્સ મુજબ મંદિરમાં એક સમયે 50 લોકો જ દર્શન માટે હાજર રહી શકશે.જિલ્લાના તમામ મંદિરો ભક્તો માટે સવારે 6 થી સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે.

બાગ બગીચા ખુલતા લોકો મોર્નિગ વોક માટેપહોંચ્યાજામનગર માં તળાવની પાળ, એમ્યુઝમેન્ટ પાર્ક, વિરલ બાગ, રણજીતસાગર ઉઘાન સહિતના બાગો આજથી ખુલ્યા છે. બાગ-બગીચા ખુલતાની સાથે જ સવારે 6 વાગ્યાથી લોકો મોર્નિંગ વોક માટે પોહંચ્યા હતા. બાગ બગીચા પણ સવારે 6 થી સાંજ 7 વાગ્યા સુધી જ ખુલ્લા રહેશે.

અન્ય સમાચારો પણ છે...