તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:હાપામાં રેલવે સ્ટેશન નજીક હોટેલ સંચાલકને છરી ઝીંકી, ગાળો બોલવાની ના પાડતા 4 શખ્સનો હુમલો

જામનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

જામનગરની ભાગોળે હાપા રેલ્વે સ્ટેશન નજીકના વિસ્તારમાં રહેતા અને ચાની હોટલ ચલાવતા યુવાન પર છરીથી ઘાતક હુમલો કરી ગંભીર ઇજા પહોચાડી ધમકી આપ્યાની ફરીયાદ ચાર શખ્સ સામે નોંધાઇ છે.ભોગગ્રસ્તે અપશબ્દો બોલવાની ના પાડતા ચારેયએ આ હુમલો કર્યાનુ બહાર આવ્યુ છે.

શહેર નજીક હાપા રેલ્વે સ્ટેશન નજીકના વિસ્તારમાં રહેતા તેમજ માર્કેટ યાર્ડ નજીક ચાની હોટલ ચલાવતા સોમરાજભાઇ નાગાજણભાઇ વીર નામના યુવાને પોતાના પર છરીથી હુમલો કરી ગળાના ભાગે બે ઘા ઝીંકી ગંભીર ઇજા પહોચાડી ઢીંકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે પંચ એ પોલીસ મથકમાં અશોકભાઇ,ચંદુભાઇ રાજીયો અને પીંટુડો સામે ફરીયાદ નોંધાવી છે. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ભોગગ્રસ્તને તુરંત 108 મારફતે સારવાર અર્થે જી.જી.હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો.ઇજાગ્રસ્તઅસ સામાવાળાને ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા એકદ ઉશ્કેરાઇ જઇ આરોપી અશોકભાઇએ છરી વડે તેમજ ચંદુભાઇએ તેને પકડી પાડી બાદમાં અન્ય બંને આરોપીઓએ ઢીંકાપાટુનો માર મારી ધમકી ઉચ્ચારી હોવાનુ ફરીયાદમાં જાહેર થયુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો