કાર્યવાહી:દુધઈ ગામ પાસે હોટલનો સંચાલક દારૂ સાથે ઝડપાયો

જામનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોરબીના શખસે સપ્લાય કર્યો હોવાનું ખૂલ્યું

જોડિયા તાલુકાના દુધઈ ગામ પાસે આવેલી એક હોટલ પર પોલીસે દારૂ અંગે દરોડો પાડી 48 નંગ ઇંગ્લિશ દારૂની બાેટલના જથ્થા સાથે હોટલ સંચાલકને પકડી પાડ્યો છે, જ્યારે તેને દારૂ સપ્લાય કરનાર મોરબીના એક શખ્સને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.પોલીસ સૂત્રોમાંથી મળતી વિગત અનુસાર જોડિયાના પીએસઆઇ કે.આર. સિસોદિયાને ચોક્કસ બાતમી મળી હતી, કે જોડિયા તાલુકાના જામદુધઈ ગામ પાસે આવેલી આરાધના હોટલ માં ઇંગ્લિશ દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો છે, અને તેના સંચાલક દ્વારા ખાનગીમાં દારૂની વેચાણ કરાઈ રહ્યું છે.

જે બાતમીના આધારે ગઈ રાત્રે આરાધના હોટલ પર જોડીયા પોલીસે દરોડો પાડયો હતો.જે દરોડા દરમ્યાન ગિરધરભાઈ લાધાભાઈ ગાંભવા નામનો હોટલ સંચાલક ઇંગ્લિશ દારૂ સાથે પકડાઈ ગયો હતો. પોલીસે રૂપિયા 42 હજારની કિંમતની ચોર્યાસી નંગ દારૂની બોટલનો જથ્થો કબજે કરી લીધો હતો અને હોટલ સંચાલકની અટકાયત કરી છે. પોલીસ દ્વારા પૂછપરછ દરમિયાન ઉપરોક્ત દારૂનો જથ્થો મોરબી જિલ્લાના ફડસર ગામના લાખાભાઈ મોરાબાઈ બોરીચા ઉર્ફે લાખામામા એ સપ્લાય કર્યો હોવાથી તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...