જામનગરમાં નવાગામ ઘેડ મધુવન સોસાયટી વિસ્તારમાં 1 શખ્સના ભાડાના મકાનમાં ઘોડીપાસાની મીની કલબ ચલાવવામાં આવતી હોવાની બાતમીના આધારે સિટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી, મકાન માલિક સહિત 8 શખસોની ધરપકડ કરી હતી.
જામનગરમાં નવાગામ ઘેડ મધુવન સોસાયટી શેરી નં. 4માં રહેતા વિશાલ ઉર્ફે ટોપી કાનજીભાઈ રાઠોડ દ્વારા એક ભાડાનું મકાન મેળવીને તેમાં ઘોડીપાસાની મીની ક્લબ ચલાવવામાં આવી રહી હોવાની બાતમી જામનગરના સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફને મળી હતી, જેથી રવિવારે ઉપરોક્ત રહેણાંક મકાન પર દરોડો પાડતાં આઠ શખ્સો ઘોડીપાસા વડે જુગાર રમી રહેલા મળી આવ્યા હતા.
આથી પોલીસે જુગારની કલબ ચલાવનાર વિશાલ ઉર્ફે ટોપી કાનજી રાઠોડ, ઉપરાંત હરીશ જયંતીભાઈ ઝાલા મનીષ સુરેશભાઈ મકવાણા, કમલેશ જગદીશભાઈ ખારવા, નીતિન દેવજીભાઈ ડગરા, વિજય વાલજીભાઈ પરમાર, પ્રતાપભાઈ ભરતભાઈ પરમાર, અને હસન હાજીભાઈ આંબલીયાની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા 1 લાખ 28 હજારની માલમતા કબજે કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.