તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અશ્વ દોડ:જામનગરમાં યોજાયેલી અશ્વદોડમાં 'બાદશાહ 307' નામના અશ્વએ બાજી મારી

જામનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વિજેતા ઘોડેસવારને સાફો પહેરાવી સન્માન કરવામા આવ્યું
 • મસીતીયા ગામમાં કરવામા આવ્યું અશ્વ દોડનું આયોજન

જામનગર નજીક મસીતીયા ગામે આવેલી કમરુદ્દીનશા બાબાની દરગાહ પર ઉર્ષ નિમિતે અશ્વ દોડ અને બળદગાડાની રેસનું આયોજન કરાયું હતું. અશ્વ દોડમા અલગ અલગ ગામોમાંથી 15 જેટલા ઘોડેસવારોએ ભાગ લીધો હતો. આજે યોજાયેલી અશ્વ દોડમાં બાદશાહ 307 નામના અશ્વએ પ્રથમ નંબર હાંસલ કર્યો હતો. દોડની આયોજક કમિટીએ ઘોડાના માલિકને સાફો પહેરી સન્માન કર્યું હતું.

વિજેતા ઘોડેસવારને સાફો પહેરાવી સન્માન કરવામા આવ્યું
વિજેતા ઘોડેસવારને સાફો પહેરાવી સન્માન કરવામા આવ્યું

ઘોડેસવારો માટે મસીતીયાની રેસ મહત્વની
​​​​​​​
ઘોડેસવારો માટે મસીતીયા ગામમાં ધુળેટીના પર્વ પર યોજાતી અશ્વ દોડ મહત્વની હોય છે. જામનગરના અલગ અલગ ગામ અને અન્ય જિલ્લામાંથી પણ લોકો અહીં યોજાતી રેસમાં ભાગ લેવા માટે આવતા હોય છે. અશ્વદોડમાં ભાગ લેતા દરેક અસ્વારનું મસીતીયા ગામમાં યોજાતી અશ્વદોડ જીતવાનું સપનું હોય છે. અહીં અરબી, કાઠીયાવાડી અને વછેરાની અલગ અલગ દોડનું આયોજન કરવામા આવે છે.

સામાન્ય રકમના સાફા માટે ઘોડેસવાર લગાવે છે દોડ
​​​​​​​
મસીતીયા ગામની રેસનું વિશેષ મહત્વ એ છે કે, અહીં દોડના આયોજનમાં વિજેતા ઘોડેસવાર માટે કોઈ મોટી રકમનું ઈનામ નથી હોતું. જે પણ વિજેતા થાય છે તેનું એક સાફો પહેરાવી સન્માન કરવામા આવે છે. તેમ છતાં ઘોડેસવાર અહીં રેસમાં ભાગ લેવા માટે આતુર હોય છે. કારણ કે, જે અશ્વ અહીંની રેસમાં વિજેતા થતો હોય છે તેની કિંમત આપોઆપ વધી જતી હોય છે.

હાલાર પંથકમાં અશ્વદોડનું આયોજન
​​​​​​​
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વર્ષ દરમિયાન ચારથી પાંચ અશ્વ દોડનું આયોજન થતું રહે છે.મસીતીયા, ઉપરાંત શ્રાવણ માસમાં ભૂચરમોરીના મેદાનમાં, ઢીંચડા ગામમાં અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ અશ્વ દોડનું આયોજન કરવામા આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો