જામનગરના ઢીચડામાં ઉર્ષ નિમિત્તે અશ્વદોડ યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં ઘોડેશ્વારોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધા જોવા ગ્રામજનો પણ મોટી સંખ્યામાં ઉમટયા હતાં. જેમાં વિજેતાઓને ઈનામમાં પાઘડી પહેરાવી સન્માન કરવામાં આવ્યાં હતા.
ગઈકાલે ઢીચડા ખાતે યોજાયેલી અશ્વદોડમાં બેડેશ્વર વાળા કરીમભાઈ પ્રથમ નંબરે તથા બીજા નંબરે અબ્દુલ ઉમર ખફી વિજેતા થયા હતાં. આ ઉપરાંત નાના ઘોડાની પણ રેસ યોજાઈ હતી. જેનું સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમવખત આયોજન થયું હતું. જેમાં પ્રથમ નંબરે ઢીચડાના આબેદીન પતાણી તથા બીજા નંબરે ઢીચડાના અકબર લતિફ ખફી વિજેતા થયા હતાં.
મોટા ઘોડાની રેસમાં 18 ઘોડેશ્વારોએ ભાગ લીધો હતો તથા નાના વછેડા ઘોડારેસમાં 12 થી 13 ઘોડા જોડાયા હતાં. જેમાં નવાઝ હનિફભાઇ સંધી પ્રથમ તથા ગુલાબનગરના મહમદબાપુ (ઓપલવાળા) બીજા નંબરે વિજેતા થયા હતાં. આ ઉપરાંત ગુરૂવારે રાત્રે મઝલીશ, શુક્રવારે આમ ન્યાઝ તથા ચાદર શરીફ, કવ્વાલી સહિતના કાર્યક્રમો યોજાયા હતાં. આ સમગ્ર કાર્યક્રમનું બાબાભાઈ હાજી હાજી કોટાઇ, જાફરભાઈ જુસમભાઈ કોટાઇ, સલીમભાઈ જુસબભાઈ કોટાઈ, ફિરોજભાઈ હુશેનભાઈ પતાણી, હાજી વલીમામદ આમદ પટેલ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.