જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના જામ દુધઈ ગામે રહેતા ખેડૂત નરેશભાઈએ 2 વર્ષ પહેલાં મધની ખેતી શરૂ કરી હતી. મધની ખેતી કરવા માટે તેઓએ 60 પેટીની ખરીદી કરી હતી. આજે તેની પાસે 200 પેટી છે. જેના દ્વારા તેઓ વર્ષ દરમ્યાન 4000 કિલો મધનું ઉત્પાદન કરી રહ્યા છે. ગ્લોબલ વોર્મિંગના કારણે ઋતુ ચક્રમાં મોટો ફેરફાર થયો છે. જેની સીધી અસર ખેતી પર થઇ છે. અવાર નવાર થતા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના કિંમતી પાક બગડી જાય છે. જેથી બજારમાં પાકના યોગ્ય ભાવ મળતા નથી. ત્યારે અન્ય શહેરોની જેમ જામનગરના ખેડૂતો નવીનતમ ખેતી તરફ વળ્યાં છે. જામદુધઈ ગામે રહેતા ખેડૂત નરેશભાઈએ 2 વર્ષ પહેલા મધની ખેતી શરૂ કરી હતી. તેઓ વર્ષે 4000 કિલો મધનું ઉત્પાદન કરી રહ્યા છે. નરેશભાઈએ જણાવ્યું હતું કે, આજથી અઢી વર્ષ પહેલા ગામમાં બહારથી લોકો મધ ઉછેર માટે આવતા હતા. ત્યારે જાણકારી મળી કે ખેતીની જમીનમાં મધમાખી ઉછેર કરવાથી જમીનનું ફળદ્રુપીકરણ સારૂ થાય છે. જેનો સીધો ફાયદો ખેડૂતોને મળી રહે છે. 15 વીઘા જમીન હોવાથી ખેતીની સાથે મધ ઉછેર કેન્દ્ર પણ શરૂ કરવું જોઈએ. આથી મધની ખેતી શરૂ કરવા માટે વપરાતી 60 પેટીની ખરીદી કરી હતી. એક પેટીની કિંમત રૂ.4000 જેટલી છે. મધની ખેતીમાં સફળતા મળતા પેટી વધારતા આજે 200 મધપેટી છે. એક મધપેટીમાં વર્ષે 20 કિલો જેટલા મધનું ઉત્પાદન થાય છે. વર્ષ દરમિયાન સરેરાશ 4 હાજર કીલો જેટલાં મધનું ઉત્પાદન થઇ રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.