તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અસત્ય પર સત્યનો વિજય:શહેરમાં 400 થી વધુ સ્થળો પર  હોલિકાનું દહન કરાયું

જામનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોનાના કારણે સાદાઇથી ઉજવણી

જામનગરમાં રવિવારે 400 થી વધુ સ્થળો પર અસત્ય પર સત્યના વિજયના પ્રતીક હોલિકાનું દહન કરાયું હતું. જામનગરમાં દર વર્ષે શેરીઓ, સોસાયટીઓમાં પરંપરાગત હોલિકા દહન કરવામાં આવે છે. પરંતુ ચાલુ વર્ષે કોરોના મહામારીને કારણે હોળી મહોત્સવનું મર્યાદિત આયોજન કરાયું છે. શહેરમાં રવિવારે 400 થી વધુ સ્થળો પર સાદાઇથી હોલિકા દહન કરાયું હતું.

જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ હોળી અંગે જાહેરનામું પ્રસિધ્ધ કરાયું હોય સંગીત સહિતના અન્ય જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકાયો હોવાથી આ કાર્યક્રમો બંધ રહ્યા હતાં. મોટા ભાગના સ્થળો પર હોલિકા દહનની સાથે લોકો દર્શન, પૂજા કરી શકે તે માટે સોશિયલ ડિસ્ટન્સ સાથે વ્યવસ્થા ગોઠવામાં આવી હતી. સોમવારે ધુળેટીના જાહેરમાં રંગે રમવા પર પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે. જાહેર માર્ગો પર રંગ ઉડાડવાની મનાઈ હોય પોલીસ તંત્ર આ માટે સજ્જ બન્યું છે.

હોલીકા સાથે કોરાનાનું દહન...
જામનગરમાં રાજપાર્ક પાસે રંગમતી સોસાયટીમાં રહેવાસીઓએ હોળીમાં કોરોનાની થીમ રાખી હોળીની સાથે કોરોનાનું દહન થાય તેની પ્રાર્થના કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો