તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોલિકા દહન:જામનગરના ભોઈ સમાજ દ્વારા 65 વર્ષથી ધામધૂમથી ઉજવાતી હોલીકા દહન આજે સાદગી પૂર્વક ઉજવાશે

જામનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોના ની ગાઈડલાઈન મુજબ હોલીકા દહન યોજાશે
 • છેલ્લાં 65 વર્ષથી સુભાષ માર્કેટ પાસે આવેલી શાકમાર્કેટ પાસે હોલીકા મોહોત્સવ ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે

જામનગર શહેરમાં ભોઈ જ્ઞાતી સમાજ દ્વારા શાકમાર્કેટ પાસે દર વર્ષની જેમ આ વર્ષે પણ હોલીકા મોહઉત્સવ ઉજવવામાં આવશે. હોલીકા દહન માટે તૈયારીઓને આખરી ઓપ અપાઇ ચુક્યો છે.

ભોઈ જ્ઞાતી દ્વારા દર વર્ષે યોજાતી હોલિકા દહન રાજ્ય ભરમાં પ્રખ્યાત છે ત્યારે હોલીકા દહનના દર્શન કરવા એક લાવો છે. આ વર્ષે કોરોના મહામારીના કારણે હોલીકા ઉત્સવ ખૂબ જ સાદગીપૂર્ણ અને કોવિડના નિયમોનું ચુસ્તપાલન કરીને ઉજવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લાં 65 વર્ષથી સુભાષ માર્કેટ પાસે આવેલી શાકમાર્કેટ પાસે હોલીકા મોહોત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક અને આસ્થાપૂર્વક ઉજવવામાં આવે છે અને દર વર્ષે મોડી સંખ્યામાં લોકો દર્શન કરવા આવે છે અને ધન્યતા અનુભવે છે. જ્યારે આ વર્ષે કોરોના કહેર ચાલી રહ્યો છે ત્યારે કોરોનાના વધતા કેસોને ધ્યાને લઇને વધારે સંક્રમણ ના ફેલાય તે માટે હોલિકા દહનનો કાર્યક્રમ સાદગીપૂર્ણ યોજવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો