યજ્ઞનું આયોજન:જામનગર શહેરમાં હાલારી ભાનુશાળી જ્ઞાતિ દ્વારા હિંગળાજ માતાજીના નવચંડી યજ્ઞ યોજાયો

જામનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહાયજ્ઞ અને મહાપ્રસાદના પ્રસંગમાં જ્ઞાતિજનોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો

જામનગરમાં હાલારી ભાનુશાળી જ્ઞાતિ દ્વારા હવાઈ ચોક વિસ્તારમાં આવેલા હિંગળાજ માતાજીના મંદિરમાં નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યાના હાલારી ભાનુશાળીના જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા અને યજ્ઞમાં બીડું હોમવામાં આવ્યું હતું.

ઉપરાંત ચૈત્ર વદ દસમને સોમવારના રોજ જ્ઞાતિરત્ન સ્વ. વેજુમાંની પુણ્ય તિથિ નિમિત્ત સાસ્વત બ્રાહ્મણ જ્ઞાતિનું ભોજન કરાવવામાં આવ્યું હતું અને પૂજા અર્ચના કરવામાં આવી હતી. તેમજ ચૈત્ર વદ તેરસને ગુરૂવાર તા. 28ના શ્રી હિંગળાજ માતાજીના નવચંડી માહાયજ્ઞનું આયોજન શ્રી હિંગળાજ માતાજીના મંદિર હવાઇ ચોક, ભાનુશાળી વાડમાં કરવામાં આવ્યું હતું.

યજ્ઞનો પ્રારંભ સવારે 5 વાગ્યે કરવામાં આવ્યો હતો, બપોરે 12.45 વાગ્યે બીડું હોમવામાં આવ્યું હતું અને યજ્ઞની પૂર્ણાહૂતિ કરવામાં આવી હતી. આ ઉપરાંત મહાપ્રસાદનું આયોજન જ્ઞાતિની વેજુમાં વાડીમાં કરવામાં આવ્યું હતું. જેમાં શાશ્વત બ્રાહ્મણ જ્ઞાતિને ભોજન કરાવવામાં આવ્યું હતું.મહાયજ્ઞ અને મહાપ્રસાદના પ્રસંગમાં જ્ઞાતિજનોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો.

આયોજનમાં સ્વયં સેવકોએ અલગ અલગ વિભાગની જવાબદારી સંભાળી હતી. સમગ્ર આયોજનમાં જ્ઞાતિના પ્રમુખ કિરીટભાઈ ભદ્રાના માર્ગદર્શન હેઠળ તેમની સાથે ટ્રસ્ટીઓ તથા જ્ઞાતિજનો જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...