તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવાંજલિ:જામનગરમાં હિન્દુસેનાએ પુલવામા હુમલામાં વીરગતિ પામેલા સૈનિકોને શ્રદ્ધાંજલી અર્પી

જામનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વીરગતિ પામેલા સૈનિકોને પાંચ મિનિટ મૌન પાડી પુષ્પાજલી અર્પણ કરાઇ

પુલવામામાં 2 વર્ષ પહેલા 14 ફેબ્રુઆરીના આતંકવાદી હુમલામાં ભારતીય જવાનો શહીદ થયા હતાં. જામનગરમાં હિન્દુસેના દ્વારા એમ્યુઝમેન્ટ પાર્કમાં વીરગતિ પામેલા સૈનિકોને 5 મિનિટ મૌન પાડી પુષ્પાજલી અર્પણ કરી હતી. કાર્યક્રમમાં કારગીલમાં શહીદ થયેલા રમેશભાઈ જોગલના ભત્રીજા રોનક, એક્સ આર્મીમેન નરેન્દ્રસિંહ ગોહિલ, વસંતભાઈ કાનાણી, કથાકાર દિલીપભાઈ દવે, શિવસેનાના દિલીપભાઈ આહીર, બ્રિજેશ નંદા

શિવ ગ્રુપના નીરુભા જાડેજા, ધમભા જાડેજા, આહીર સમાજના અગ્રણી સિદ્ધાર્થ આહીર, મહાદેવ હર મિત્ર મંડળના રાજુભાઈ મહાદેવ, આર.એસ.એસ.ના જસ્મીન ભાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી શહીદોને પુષ્પાંજલિ અર્પિત કરી હતી. આ તકે હિન્દુ સેનાના ગુજરાત અધ્યક્ષ પ્રતીક ભટ્ટે સૈનિકોને વધુ સુવિધા અને અલગ દરજ્જો મળે તેવી સરકાર પાસે માંગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો