ઘટના CCTVમાં કેદ:જામનગરની જી.જી.માં દર્દીના સગાનો ડોકટર પર ફરી હિચકારો હુમલો

જામનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
સીસી ટીવી ફૂટેજ - Divya Bhaskar
સીસી ટીવી ફૂટેજ
  • હોસ્પિટલના ઉચ્ચાધિકારીઓ દોડ્યા, મોડીરાત્રે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ શરૂ

જામનગરની જી. જી. હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ વિભાગના ઉપર આવેલા ટી.બી. વોર્ડમાં દાખલ દર્દીના સગા બાજુમાં આવેલા ખાટલા પર સૂતા હતાં ત્યારે બપોરના સમયે અન્ય દર્દી આવતા ડોકટરે આ દર્દીના સગાને ઉંઘમાંથી ઉઠાડતા સગાએ પિત્તો ગુમાવી ડોકટર પર હુમલો કરી દીધો હતો અને તેને ભારે માર મારતા વોર્ડમાં અફડા તફડી મચી જવા પામી હતી.

સીસી ટીવી ફૂટેજ
સીસી ટીવી ફૂટેજ

ઘટનાની જાણ થતાં જ સિકયુરીટી અને પોલીસ પણ દોડી ગઇ હતી પરંતુ દર્દીના સગાએ પોતાનો આપો મુકયો ન હતો. દરમિયાન હોસ્પિટલ અને કોલેજના ઉચ્ચ અધિકારીઓને આ ઘટનાની જાણ થતાં દોડી આવ્યા હતાં અને ડોકટરનું નિવેદન લઇ દર્દીના સગા વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

તબીબી આલમમાં નારાજગી
તબીબી આલમમાં નારાજગી

► ભાસ્કરે ડીન સાથે કરી સીધી વાત
રેસિડેન્ટ ડોકટરનો વાંક હોવાનો સવાલ જ નથી

મંગળવારે બનેલી ઘટનામાં ત્રીજા વર્ષના ડોકટર રંજીત હિન્દીભાષી છે અને તેઓ સરખી રીતે ગુજરાતી બોલી પણ શકતા નથી, એટલે તેમણે ગેરવર્તન કર્યુ હોય તેઓ કોઇ સવાલ જ નથી. આ મામલે ડોકટરનું નિવેદન લઇ પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.- ડોકટર નંદીની દેસાઇ, એમ.પી. શાહ મેડિકલ કોલેજ, ડીન.

તબીબી આલમમાં નારાજગી - ફરિયાદ માટે પોલીસ સ્ટેશન દોડ્યા
રેસિડેન્ટ ડોકટર પર થયેલા હુમલાથી ડોકટરો ફરી વિફર્યા છે અને તેમણે પોતાની સુરક્ષાને લઇને ભારે ચિંતા વ્યકત કરતા ઉચ્ચ અધિકારીઓ તેમજ મેડિકલ સુપ્રિટેન્ડન્ટ તેમજ ડીનને રજૂઆત કરી છે, જેમાં અવાર-નવાર બનતી આવી ઘટનાથી તેઓ ખુબ જ અસુરક્ષિત મહેસુસ કરતા હોવાનું જણાવ્યું હતું. મોડી સાંજે ડોકટરનું ટોળું પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા દોડી ગયું હતું.

સીસી ટીવી કેમેરાના આધારે ફરિયાદ થશે
જી.જી. હોસ્પિટલના વોર્ડમાં રહેલા સીસી ટીવી કેમેરાની તપાસ થઇ રહી છે જેમાં આખી ઘટના કેદ થઇ હોવાનું સૂત્રો જણાવે છે. જે પછી જવાબદારો સામે પોલીસ ફરિયાદ દાખલ કરી પુરાવા આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...