બબાલ:ભાણવડ પંથકમાં મૈત્રીકરારનો ખાર રાખી ધારાગરના યુવાન પર હિચકારો હુમલો

જામનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માનપરમાં કારમાં ધસી આવેલા 4 શખસો બાઈકસવાર પર તૂટી પડ્યા
  • પાઈપ​​​​​​​ અને લાકડી વડે માર મારી પગમાં ફ્રેકચર સહિતની ઈજાની 4 સામે ફરિયાદ

ભાણવડના ધારાગરના યુવકને બાઇક પર માનપર પાસે પસાર થતી વેળાએ કારમાં ધસી આવેલા ચાર શખસોએ વાહન અથડાવી પછાડી જઇ પાઇપ-લાકડી વડે હુમલો કરી પગમાં ફ્રેકચર સહિતની ઇજા કર્યાની ફરીયાદ નોંધાઇ છે.

ધારાગઢ ગામે રહેતા અને ખેતીકામ કરતા અલીમામદ ઓસમાણભાઇ શેઠા નામના યુવાને પોતાના બાઇક સાથે કાર અથડાવી પછાડી જઇ પાઇપ અને લાકડી વડે હુમલો કરી પગમાં ફ્રેકચર સહિતની ઇજા પહોચાડી ધમકી આપવા અંગે પોલીસ મથકમાં ફારૂક ઇબ્રાહિમભાઇ શેઠા, હસન આમદભાઇ શેઠા, ઓસમાણ અલીભાઇ ગજણ અને ઇકબાલ જુમાભાઇ ધુધા સામે ફરીયાદ નોંધાવી છે.

માનપર ગામ પાસેના આ હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડાયો હતો.ભોગગ્રસ્તે આરોપીના પરીવારની યુવતિ સાથે મૈત્રી કરાર કર્યા હોય અને આરોપીની બહેનની દિકરીને ભોગગ્રસ્તનો કૌટુંબિક ભત્રીજો ભગાડી ગયો હોય જે બાબતનુ મનદુ:ખ રાખી હુમલો કરી ધમકી આપ્યાનુ ફરીયાદમાં જાહેર થયુ છે.

અન્ય સમાચારો પણ છે...