તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન:જામનગરમાં મોડીસાંજે વરસાદનું જોરદાર ઝાપટું

જામનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ભાણવડ, ખંભાળિયામાં ધીમી ધારે અડધો ઇંચ

જામનગરમાં શનિવારે મોડીસાંજે વરસાદનું જોરદાર ઝાપટું વરસતા માર્ગો પર પાણીની રેલમછેલ થઇ ગઇ હતી. ભાણવડ અને ખંભાળિયા તાલુકામાં 10 કલાકમાં ધીમી ધારે અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લાં ત્રણેક દિવસથી મેઘરાજા હેત વરસાવતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે. શનિવારે સવારે 6 થી સાંજે 4 વાગ્યા સુધીમાં ભાણવડ અને ખંભાળિયા તાલુકામાં ધીમીધારે અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો.

જયારે જામનગર શહેરમાં સવારે વરસાદનું ઝાપટું પડતા 5 મીમી વરસાદ નોંધાયો હતો. જો કે, બફારો યથાવત રહ્યો હતો. શહેરમાં મોડીસાંજે વરસાદનું જોરદાર ઝાપટું વરસ્યું હતું. આથી શહેરના માર્ગો પર પાણીની રેલમછેલ જોવા મળી હતી. જયારે બંને જિલ્લાના અન્ય તાલુકામાં મેઘરાજાએ વિરામ રાખ્યો હતો. હાલારમાં વરસાદ ખેંચાતા ખરીફ પાક નિષ્ફળ જવાની ભીતિ હતી. જો કે, મેઘરાજાની પુન: પધરામણીથી મુરઝાતી મોલાતને જીવતદાન મળતા ખેડૂતોમાં રાહતની લાગણી ફેલાઇ છે.

અન્ય સમાચારો પણ છે...