અસહ્ય ગરમી:જામનગરમાં આકરા તાપના પ્રકોપ વચ્ચે બપોરે લૂ વર્ષા, આંશિક રાહત વચ્ચે અંગ દઝાડતો તાપ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગર શહેર-જિલ્લામાં ચૈત્ર માસના આર઼ભ સાથે જ સુર્યનારાયણે આકરો મિજાજ દર્શાવતા અસહ્ય ગરમીથી જનજીવન અકળાઇ ઉઠયુ છે.ગુરૂવારે આંશિક રાહત વચ્ચે પારો 38.5 ડિગ્રી પર સ્થિર થતા બપોરે શહેરીજનોએ અંગ દઝાડતા તાપનો અહેસાસ કર્યો હતો.લગભગ દશથી વીશ કિ.મિ.ની ઝડપે ફુંકાયેલા પવનના કારણે બપોરે રાહદારીઓ અને વાહનચાલકોએ લૂ વર્ષાનો અહેસાસ કર્યો હતો.

જોકે,મોડીસાંજ બાદ આ પવન રાહતરુપ બન્યો હતો. જામનગરમાં સતત ત્રીજા દિવસે પણ મહતમ તાપમાનનો પારો 38 ડિગ્રી પાર કરી ગયો હતો જેના પગલે મધ્યાહન થતા જ આકાશમાંથી અગન વર્ષા થતી હોય તેવો અહેસાસ શહેરીજનોએ કર્યો હતો. સુર્યનારાયણના પ્રકોપ સાથે ભેજના ઉંચા પ્રમાણથી અસહ્ય ઉકળાટ સાથે બપોરે લૂ વર્ષાનો અનુભવ પણ રાહદારીઓ અને વાહચાલકોએ કર્યો હતો.પવનની ઝડપ સરેરાશ દશથી વીશ કિ.મિ. રહી હતી જયારે ભેજનુ પ્રમાણ પણ 88 ટકા નોંધાયુ હતુ. ભારે ઉકળાટ અને બફારા સાથે આકરા તાપથી જનજીવન અકળાઈ ઉઠ્યું હતું. ગરમીનું જોર યથાવત રહેવાની સંભાવના દર્શાવાઈ છે.

અન્ય સમાચારો પણ છે...