તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘ મલ્હાર:જામનગરમાં બીજા દિવસે પણ સવારથી ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાયાના દ્રશ્યો

જામનગર3 મહિનો પહેલા
  • શહેરમાં ધમાકેદાર મેઘમહેરથી વાતાવરણમાં ઠંડીનો માહોલ

ગુજરાતમાં મેઘરાજા ઓળઘોળ થયા હોય તેમ ગઇકાલે અને આજે સવારથી રાજ્યના અનેક પંથકોમાં ઝરમરથી લઇને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગઇકાલે જામનગર જિલ્લામાં મેઘ મહેર થઇ હતી અને આજે સવારથી જામનગર શહેરમાં મેઘો મન મુકીની વરસી રહ્યો હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે. બે દિવસથી વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરતા રહીશોમાં ખુશી જોવા મળી રહી છે. સવારથી ધોધમાર વરસાદના કારણે અનેક રસ્તાઓ પણ પાણી ભરાયાની સ્થિતિ પણ દ્રશ્યમાન થઇ છે.

વાતાવરણમાં પલ્ટો આવતા ઠંડીનો અહેસાસ થયો જામનગરના ગ્રામ્ય વિસ્તાર અને શહેરમાં વરસાદ વરસી રહ્યો છે. શહેરના રોડ પર પાણી ફરી વળ્યા છે. વાતાવરણમાં ઠંડક પ્રસરતા અસહ્ય બફારો પણ દૂર થયો હોવાની લાગણી શહેરીજનો અનુભવી રહ્યાં છે.

અમુક વિસ્તારોમાં એકથી બે ઇંચ સુધીના વરસાદના અહેવાલજામનગર જિલ્લામાં મેધરાજાએ ધમાકેદાર પધરામણી કરી હતી. જામનગરમાં છેલ્લા એકાદ સપ્તાહથી સમયાંતરે વાતાવરણમાં પલટા વચ્ચે આકાશમાં ઘટાટોપ વાદળોનો જમાવડો રહ્યો હતો. જેમાં આજ સવારથી ધમાકેદાર વરસાદ શરૂ થયો હતો. લગભગ પોણા બે કલાક સુધી યથાવત રહેલા વરસાદના જિલ્લાના અનેક વિસ્તારોમાં એકથી બે ઇંચ સુધીના વરસાદના અહેવાલ મળ્યા છે.

અન્ય સમાચારો પણ છે...