કવાયત પૂર્ણ:જામનગર જિલ્લામાં ભારે વરસાદથી 19,061 હેકટર જમીનમાં પાકને નુકસાન

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિ.પં.ની ખેતીવાડી વિભાગની 45 ટીમ દ્વારા 60,231 હેકટર જમીનનો સર્વે, 20594 ખેડૂત સહાય પાત્ર
  • કપાસ, મગફળી, કઠોળના પાકનું વધુ ધોવાણ: પેકેજ જાહેર પણ સહાય બેંક ખાતામાં કયારે જમા થશે તે ખેડૂતોમાં સવાલ

જામનગર જિલ્લામાં ચાલુ વર્ષે ભારે વરસાદ, ઓવરફલો ડેમના પાણીના કારણે ભારે તારાજી થતાં જિલ્લા પંચાયતની ખેતીવાડી વિભાગની 45 ટીમ દ્વારા 60231 હેકટર જમીનનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં 19061 હેકટર જમીનમાં પાકને નુકસાન થયાનું નોંધાયું છે. 20594 ખેડૂત સહાયને પાત્ર બન્યા છે. સૌથી વધુ કપાસ, મગફળી, શાકભાજી અને કઠોળના પાકનું ધોવાણ થયું છે. રાજય સરકાર દ્વારા કૃષિ પેકેજ જાહેર કરાયું છે પરંતુ સહાય બેંક ખાતામાં કયારે જમા થશે તે સવાલ ખેડૂતોમાં ઉઠયો છે.

જામનગર જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદના કહેર અને ડેમના ઓવરફલો પાણી ખેતરોમાં ફરી વળતાં પાકને ભારે નુકસાન થયું છે. જેના પગલે જિલ્લા પંચાયતની ખેતીવાડી વિભાગની ગ્રામ સેવક, બાગાયત મદદનીશ સહિત 4 થી 5 અધિકારીઓની એક એવી 45 ટીમ દ્વારા જિલ્લામાં પાક નુકસાનનો સર્વે 17 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવ્યો હતો. કુલ 60231 હેકટર જમીનમાં પાક ધોવાણનો સર્વે કરાયો હતો. જેમાંથી સર્વેના અંતની સ્થિતિએ 19061 હેકટર જમીનમાં પાકનું ધોવાણ થયાનું અને 20594 ખેડૂતો સહાયને પાત્ર હોવાનું નોંધાયું છે.

33 ટકા કરતા વધુ પાકને નુકસાન થયું હશે તે ખેડૂતોને સહાય મળશે
રાજય સરકારે જાહેર કરેલા કૃષિ પેકેજ અનુસાર ભારે વરસાદના કારણે જે ખેડૂતોને 33 ટકાથી વધુ પાકને નુકસાન થયું હશે તેઓને સહાય મળવાપાત્ર થશે. જો કે, નુકસાન ગ્રસ્ત જમીનનો વિસ્તાર ઓછો હશે તો પણ ખેડૂતોને ઓછામાં ઓછી રૂ.5000 સહાય મળશે તેમ જિલ્લા પંચાયત ખેતીવાડી વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું.

1 હેકટરદીઠ મહત્તમ રૂા.13,000 અને રૂા.6,800ની સહાય મળવા પાત્ર
ભારે વરસાદથી પગલે પિયત જમીનમાં પાકને નુકસાની સબબ 1 હેકટરે મહતમ રૂ.13000 અને બિનપિયત જમીનમાં 1 હેકટરે મહતમ રૂ.6800ની સહાય મળવાપાત્ર હોવાનું જિલ્લા પંચાયતના ખેતીવાડી અધિકારી એચ.વી.ગોસાઇએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...