વાહનોની રફ્તાર થંભી ગઈ:દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના પગલે 3 સ્ટેટ હાઇવે અને પંચાયતના 12 રસ્તાઓ બંધ, વાહન ચાલકોને હાલાકી

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રસ્તાઓને પુનઃ શરૂ કરવાની કામગીરી હાલ ચાલી રહી છે

હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેને લઈ રાજ્યના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ છેલ્લા બેથી ત્રણ દિવસથી ભારેથી અતિ ભારે વરસાદ વરસ્યો છે. જેને લઈ 3 સ્ટેટ હાઇવે અને પંચાયતના 12 રસ્તાઓ બંધ થયા છે. જેને લઈ વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ રસ્તાઓને પુનઃ શરૂ કરવાની કામગીરી હાલ ચાલી રહી છે.
માર્ગ અને મકાન વિભાગની યાદીમાં જણાવ્યાં મુજબ ઓવરટોપિંગના કારણે 3 સ્ટેટ હાઇવે બંધ થયા છે. જેમાં દ્વારકાથી નાગેશ્વર રોડ, દ્વારકાથી જુના ચરકલા રોડ, અડવાણાથી રાવલ, કલ્યાણપુર અને ભાટીયા રોડનો સમાવેશ થાય છે. જ્યારે પંચાયતના 12 રસ્તાઓ બંધ થયા છે.
​​​​​​​ક્યા ક્યા રસ્તા બંધ છે?
જેમાં ખંભાળિયા તાલુકાના સલાયા રિકલેમેશેન ગોઈંજ રોડ, કબર વિસોત્રી ટુ જોઈન એસ.એચ. રોડ, કલ્યાણપુર તાલુકાના એસ.એચ. ટુ રાણ મેવાસા, વીરપુર, મોટા આસોટા, નાના આસોટા રોડ, જામપર ધૂમથર સિધ્ધપુર રોડ, ડાંગરવડથી આશિયાવદર રોડ, જામપર ચપર રોડ, એસ.એચ.ટુ ચૂર ચપર મોવાણ રોડ, ભાણવડ તાલુકામાં નવાગામ ભાણવડ રોડ, દ્વારકા તાલુકામાં રાજપરા પોશીત્રા રોડ, નાના ભાવડા મોટા ભાવડા કોરાડા રોડ, એસ.એચ.ટુ ધોળા મુળવાસર નાના ભાવડા મુળવાસર કોરાડા રોડ, એસ.એચ.ટુ ધોળા મુળવાસર નાના ભાવડા મુળવાસર અણીયારી ખતુમ્બા રોડ, દ્વારકા વસઈ બાટીસા ગઢેચી હમુસર રોડ બંધ છે. ઉલ્લખનીય છે કે, ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા કલેકટર એમ.એ. પંડ્યાએ નીચાણવાળા વિસ્તારમાં કે નદીના પટમાં અવરજવર ના કરવા લોકોને અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...