તાત્કાલિક ​​​​​​​સર્વે:કલ્યાણપુરના ગાગા સહિત 10 ગામોમાં ભારે વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન

ખંભાળિયા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાત્કાલિક સરગ્રસ્તોના સર્વેની કાર્યવાહી હાથ ધરી વળતર ચૂકવાય તેવી કિશાન કોંગ્રેસ દ્વારા માંગ કરાઈ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના 10 જેટલા ગામોમાં ભારે વરસાદ વરસ્યો હતો.છેલ્લા ત્રણ વર્ષથી દેવભૂમિમાં ભારે વરસાદના કારણે ખેડૂતોને ફરજીયાતપણે નુકશાની ભોગવવાનો જ વારો આવ્યો હોવાના આક્રોશ સાથે તાત્કાલિક અસરગ્રસ્તોનો સર્વે કરી વળતર ચુકવવા કિશાન કોંગ્રેસ દ્વારા માંગણી કરાઇ છે.

ચાલુ વર્ષે કલ્યાણપુર તાલુકાના મહાદેવીયા, રણજીતપુર, પિંડારા, ગાગા, ગુરગઢ, બતડીયા સહિત ના 10 જેટલા ગામોમાં ભારે વરસાદના કારણે તારાજી સર્જાયેલા દ્રશ્યો જોવા મળ્યા હતા.અમુક સ્થળોઅે ખેડૂતોએ વાવણી કર્યા બાદ પાકના બદલે ઘાસ ઊગી નીકળ્યું છે જેથી ખેડૂતોને એક વીઘામાં કુલ 15 હજાર જેટલો ખર્ચ થયો અને કલ્યાણપુર તાલુકાના 10 જેટલા ગામોની હજારો હેકટર ખેડૂતોની જમીનમાં મોટાભાગના ખેડૂતો ની જમીનમાં ઘાસ ઊગ્યું તો કેટલાક ખેડૂતો વાવણી જ ન કરી શક્યા તેનાથી ખેડૂતો ને મોટા પ્રમાણમાં નુકશાન થયું છે.

જ્યારે સરકાર દ્વારા કોઈ પણ સર્વે કરવામાં આવ્યો ન હોઈ તેના કારણે ખેડૂતોને કોઈ પણ જાતનું વળતર મળ્યું નથી જેના કારણે ખેડૂતો હવે નુકશાનીનું વળતર મળે તેવી માંગ સરકાર પાસે કરી રહ્યા હોવાનું અને કલ્યાણપુર તાલુકાના દરિયાઈ વિસ્તારમાં વધુ વરસાદ થયા બાદ પણ સ્થળ પર કોઈ પણ સર્વે કરવા ન આવતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે ત્યારે હવે ખેડૂતોને સરકારની સહાય પર જ નિર્ભર રહેવા અથવા તો મજૂરી કરવા મજબુર બને તેવી સ્થિતિનું નિર્માણ થયું હોવાનું કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલીયા દ્વારા જણાવાયુ હતું.

અન્ય સમાચારો પણ છે...