તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરસાદ:જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે જોરદાર વરસાદ ખાબક્યો

જામનગર14 દિવસ પહેલા
 • ઉનાળામાં વરસાદ પડતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો
 • વરસાદના કારણે ખેતર અને રસ્તા પર પાણી ફરી વળ્યા
 • વરસાદના કારણે ખેતર અને રસ્તા પર પાણી ફરી વળ્યા

જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સતત ત્રીજી વખત વરસાદ પડી રહ્યો છે. જેમાં કાલાવડ તાલુકા અને લાલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે કડાકા સાથે વરસાદ પડ્યો છે.

જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં જોરદાર વાવાઝોડા જેવો પવન ફૂંકાયો હતો. ત્યારે સતત એક કલાકથી વધારે કરા સાથે વરસાદ પડ્યો છે. તેમજ કાલાવડના ગ્રામ્ય વિસ્તારમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. તેમજ લાલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પવન સાથે પડ્યો છે. જેમાં ગામડાઓમાં ખાનકોટડા લલોઇ બેરાજા , મોટી માટલી, ખંઢેરા , હરીપર, લાલપુર તાલુકામાંથી પીપટોળા તેમજ આજુબાજુના ગામોમાં જોરદાર પવન સાથે વરસાદ પડ્યો હતો.

વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. લોકોને ગરમીથી રાહત મળી છે. વરસાદ પડવાથી ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. જેમાં ખેતરમાં ઉભા ઉનાળુ પાક તલ, મગ, ડુંગરી અને બાજરીના પાકમાં નુકસાન થયુ છે. ઉનાળામાં વરસાદ પડતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો