ભરશિયાળે ચોમાસા જેવાં દૃશ્યો:દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં દોઢ અને ખંભાળિયા પોણો ઇંચ કમોસમી વરસાદ, રસ્તા પર પાણી વહેતા થયા

જામનગર19 દિવસ પહેલા
  • ગઈકાલે વરસાદી ઝાપટાં બાદ આજે સવારે ધોધમાર પડ્યો
  • કમોસમી વરસાદને લઇ ખેડૂતોની ચિંતા વધી

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદનાં ઝાપટાં પડી રહ્યાં છે. હવામાન વિભાગની આગાહી મુજબ, મંગળવારથી જિલ્લામાં પલટાયેલા વાતાવરણ વચ્ચે ગઈકાલે દિવસ દરમિયાન હળવા છાંટા પડ્યા બાદ બપોરના સૂર્યનારાયણનાં દર્શન થયાં હતાં અને મોડી સાંજ સુધી મહદંશે વાતાવરણ ખુલ્લું રહ્યું હતું. ત્યાર બાદ પુનઃ વાદળોની જમાવટ થતાં આજે સવારે જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જિલ્લાના કલ્યાણપુરમાં દોઢ અને ખંભાળિયા તાલુકામાં પોણો ઈંચ કમોસમી વરસાદ વરસ્યો છે.

કલ્યાણપુર તાલુકામાં 40 મિમી વરસાદ પડ્યો
આજે સવારે આઠ વાગ્યા સુધીમાં સૌથી વધુ કલ્યાણપુર તાલુકામાં 40 મિમી અને ખંભાળિયા તાલુકામાં 15 મિમી વરસાદ નોંધાયો છે. આ સાથે ભાણવડ તાલુકામાં ત્રણ અને દ્વારકા તાલુકામાં બે મિમી. વરસાદ નોંધાયો હતો. સવારના ધોધમાર વરસાદી માવઠા બાદ વાતાવરણ ખુલ્લું બન્યું હતું અને સૂર્યનારાયણનાં દર્શન પણ થયાં હતાં. આ કમોસમી માવઠાને કારણે શિયાળુ પાકને નુકસાની થવાની ભીતિ સાથે ધરતીપુત્રોમાં ચિંતાની લાગણી જોવા મળી રહી છે.

હાલારમાં કયાં, કેટલો વરસાદ?

ગામમીમી
કલ્યાણપુર39 મીમી
ભાણવડ27 મીમી
ખંભાળિયા16 મીમી
લાલપુર09 મીમી
જામજોધપુર06 મીમી
કાલાવડ04 મીમી
જામનગર01 મીમી

જીરૂ, ધાણા સહિતના પાકોને નુકસાનની ભીતી
સતત કમોસમી વરસાદના કારણે શિયાળુ વાવેતરના જીરું, ઘઉં, ધાણા, સહિતના પાકોને નુકશાની થવાની ભીતિ પણ સેવાઇ રહી છે.હાલારના અમુક વિસ્તારોમાં સતત ત્રીજા દિવસે પણ વરસાદી છાંટાઓ પડયા હતા. જેથી જગતનો તાત ચિંતિત બન્યો છે.

મોરઝર, ગોપ પંથકમાં અડધાથી એકાદ ઇંચ
​​​​​​​ભાણવડ પંથકમાં સતત બીજા દિવસે પણ છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો જેમાં મોરઝર, સઈ દેવળિયા, ફતેપુર, વેરાડ સહિતના પંથકમાં નોંધપાત્ર વરસાદના અહેવાલ મળ્યા છે. જ્યારે ભાણવડના મોરઝર અને જામજોધપુરના ગોપ પંથકમાં કમૌસમી વરસાદે અડધાથી એકાદ ઇંચ સુધીનો પાણી વરસાવી દિઘુ હોવાના વાવડ મળ્યા છે. જેના પગલે જુદા જુદા માર્ગો પર પાણી વહ્યા હતા. કમૌસમી વરસાદે ઉભા મોલને નુકશાન કર્યાની ભિતી પણ ખેડુતોએ દર્શાવી હતી. ભાણવડ ગામમાં સવારે 7 વાગ્યાથી ઝરમર શરૂ થયેલા વરસાદે વેગ પકડતા લગભગ ત્રણેક કલાકમાં જ એક ઈંચથી વધુ પાણી વરસાદતા મુખ્ય બજારના જુદા જુદા માર્ગો પર પાણી વહેતા થયા હતા. જો કે, બપોર બાદ વાતાવરણ મહદઅંશે સ્વચ્છ જોવા મળ્યું હતું.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...