તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોમતીઘાટના કાંઠે મોટા મોજા ઉછળ્યા:અમાસના દિવસે દ્વારકાના દરિયામાં ભારે કરંટ

ખંભાળિયા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યાત્રાધામમાં ગુરૂવારે આખો દિવસ વાદળછાયો માહોલ રહ્યો
  • ઓણસાલ સારો વરસાદ થાય તેવી ખેડૂતોને આશા: ખેડાણ, બીજ, ખાતરની તૈયારીઓ શરૂ કરાઈ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગુરૂવારે અસહ્ય બફારા સાથે અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.ચોમાસાના આગમન પૂર્વે વરસાદી માહોલ રહ્યો હતો.બીજી બાજુ અમાસના દિવસે દ્વારકાના દરિયા કિનારે ભારે કરંટ જોવા મળ્યો હતો.ગોમતીઘાટ કિનારે મોટા મોજા ઉછળ્યા હતા.દરિયામાં કરંટ જોઈ દ્વારકા પંથકમાં ચોમાસાનું આગમન વહેલું થાય અને નજીકના દિવસોમાં વરસાદ પડશે એવું લોકો અનુમાન લગાવી રહ્યા છે.

દ્વારકા જિલ્લામાં કોરોના કેસોના ઘટાડા વચ્ચે વધુ એક રાહતના સમાચાર છે.ધરતીપુત્રો જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે તે ચોમાસા રાજયના આંગણે દસ્તક દઇ રહયુ છે.ત્યારે દ્વારકા જિલ્લામાં પણ ગુરૂવારે દરિયામાં કરંટ જોવા મળ્યો હતો અને મોટા મોજા ઉછળ્યા હતા.જિલ્લામાં નજીકના દિવસોમાં ચોમાસાનું આગમન થવાથી વરસાદ પડવાની સંભાવના જોવા મળી રહી છે.હાલ ધરતીપુત્રો સારો વરસાદ,સારું વર્ષ નીવડે એવી આશા સાથે જમીન-ખેડાણ-બીજ-બિયારણ સહિતની કામગીરી પણ જોરશોરથી આરંભ કરી છે. જોકે ગત વર્ષે કમોસમી વરસાદ વાતાવરણમાં વારંવાર પલટો અને અતિભારે વરસાદથી ખેડૂતો પાયમાલ થઈ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...