હિટવેવ:જામનગરમાં 39.3 ડિગ્રી મહતમ તાપમાનથી હિટવેવ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 48 કલાકમાં ગરમીનો પારો 3.1 ડિગ્રી ઉચકાતા શહેરીજનો તોબા
  • ગરમીથી બચવા લોકો ઘરમાં રહેતા મુખ્ય માર્ગો સૂમસામ

જામનગરમાં છેલ્લા 48 કલાકમાં મહત્તમ તાપમાનનો પારો 3.1 ડિગ્રી ઉંચકાયને 39.3 ડિગ્રીએ પહોંચી ગયો હતો. વધેલા આકરા તાપ સાથે ભેજનો સમન્વય થતા લોકો અસહ્ય ગરમીથી અકળાઈ ઉઠયા હતાં. મહતમ તાપમાન ઉચકાતા લોકોએ હીટવેવનો અનુભવ કર્યો હતો.

જામનગરમાં તાપમાનમાં વધારા-ઘટાડાના દોર વચ્ચે છેલ્લા બે દિવસથી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. શહેરમાં છેલ્લા 48 કલાકમાં મહત્તમ તાપમાનનો પારો 3.1 ડિગ્રી ઉંચકાયને 39.3 ડિગ્રીએ પહોંચી ગયો હતો. જ્યારે ગત ચોવીસ કલાકમાં કોઈ વધારા કે ઘટાડા વગર લઘુતમ તાપમાન 27 ડિગ્રીએ સ્થિર રહ્યું હતું.

વાતાવરણમાં ભેજનું પ્રમાણ 79 ટકા રહ્યું હતું. મહત્તમ તાપમાનમાં થયેલા વધારાના પગલે તાપમાં પણ વધારો થયો હતો. આકરા તાપ સાથે ભેજનો સમન્વય થતા અસહ્ય ગરમીનો અનુભવ લોકોએ કર્યો હતો. જેના પગલે પરશેવે રેબઝેબ થઈ ગયેલ જનતા ત્રાહીમામ પોકારી ઉઠી હતી. ઉકળાટમાંથી રાહત મળે તે માટે જનતાએ એસી.,એરકુલર, ઠંડાપીણાનો સહારો લીધો હતો.

જામનગરમાં પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ 25 થી 30 કિ.મી. ની રહેવા પામી હતી. હિટવેવના પગલે પ્રજાજનો બળબળતા તાપનો અનુભવ કરી રહ્યા છે. આગામી દિવસોમાં ગરમીમાં રાહત મળે તેવું નગરજનો ઈચ્છી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...