ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ-6:ગામડાંઓમાં રાજકીય પક્ષોના વાયદાઓના મુદ્દે ગરમાગરમ ચર્ચા

જામનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિયાળાની ઠંડીના પ્રારંભ વચ્ચે રાજકિય ગરમાવો, શિયાળ ુ સિઝનના કારણે મોટાભાગના ખેડૂત વ ર્ગ ખેતરોમાં વ્યસ્ત: મોડીસાંજે ઓટલા બેઠકના મંડાણ

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય પંથકમાં હવે ધીરે ધીરે ચુંટણીલક્ષી ગરમાવો જોવા મળી રહયો છે.તો કોઇક સ્થળે હજુય માહોલ સુશુપ્ત રહયો છે.ત્યારે ભાસ્કર ટીમ રોજે રોજ આ પ્રમાણે ગ્રાઉન્ડ રીપોર્ટ આપી હાલાર પંથકના વિવિધ ગામડાઓમાં થતી ગતિવિધિઓની હલચલથી આપને ઘેરબેઠા વાકેફ કરશે. ધીરે ધીરે ખાટલા બેઠક અને ઓટલા મીટીંગોના પણ મંડાણ થઈ રહ્યા છે.

પાતા મેઘપર (તા . કાલાવડ) ​​​​​​​
ચૂંટણીનો હજુ માહોલ નહીં, પાકવીમા ની ચર્ચા
પાતા મેઘપર|કાલાવડ તાલુકાના 1730 ની વસતી ધરાવતા પાતા મેઘપર ગામે 1400 મતદારો છે. આમ છતાં ગામમાં હજુ જોઇએ તેવો ચૂંટણીનો માહોલ જામ્યો નથી. મતદાનની તારીખ નજીક આવતા માહોલ જામશે. હજુ ગામના ચોરા સહિતના સ્થળોએ રાજકીય પક્ષો અને ઉમેદવારોના બદલે પાકવીમા, જમીન માપણી, પોષણક્ષમ ભાવની ગ્રામજનો ચર્ચા કરી રહ્યા છે. હવે ખાટલા બેઠક અને ભજીયા પાર્ટીનો દૌર શરૂ થશે.

પીઠડિયા (ત ા. કાલાવડ) ​​​​​​​
મતદારો હજુય અકળ,ચુંટણીનો ગરમાવો શરૂ
પીઠડીયા|કાલાવડ તાલુકાના 1350 ની વસતી ધરાવતા પીઠડીયા 1000 મતદારો છે.ચૂંટણીનો માહોલ બરોબર જામ્યો છે, જો કે, મતદારોનો મિજાજનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. ગામના ચોરે અને દુકાનો તથા વાડીઓમાં ખેડૂતો અને ગ્રામજનોમાં મોંઘવારીની સાથે યાર્ડમાં ખેડૂતો માલ વેચે ત્યારે નીચા ભાવ અને ત્યારબાદ પાકના ભાવ ઉંચકાઇ જાય છે તેવા કટાક્ષ થઇ રહ્યા છે. અંતિમ દિવસોમાં ચૂંટણીલક્ષી ગરમાવો વધશે.

મેવાસા ( તા.ભાણવડ)
છેલ્લા 5 દિ માહોલ જામશે, લોકોમાં હાલ ચર્ચા નહીં
મેવાસા | ભાણવડ તાલુકાના 3000ની વસ્તીવાળા મેવાસા ગામમાં ચૂંટણીલક્ષી કોઈ પણ પ્રકારનો માહોલ નથી. સામન્ય રીતે ગામમાં છેલ્લા પાંચ થી સાત દિવસ જ ચૂંટણીનો માહોલ જોવા મળે છે. અત્યારે મોટાભાગના જ વ ર્ગના લોકો પોત પોતાના કામમાં પડ્યા છે. ચૂંટણીમાં કોઇને હાલ તો રસ નથી તેમ ગામના સરપંચે જણાવ્યુ હતુ. સંભવત: પ્રારંભે સુષુપ્ત રહેલો ચૂંટણીલક્ષી માહોલ છેલ્લા દિવસોમાં ગરમાશે.

બાટીશા ( તા. દ્વારકા)
ચુંટણીલક્ષી ચર્ચાનો દૌર ગરમાયો , અનેક તર્કવિર્તક
બાટીસા | દ્વારકા તાલુકાના બાટીસા ગામમાં ચર્ચાનો દોર શરૂ થઈ ગયો હતો . જ્યાં સુધી ઉમેદવારનું નામ જાહેરમાં થયું નહોતું ત્યાં સુધી કોને ટિકિટ મળશે તેવી ચર્ચા અને ચૂંટણી જાહેર થતાં કોનું નામ આવશે તેની ચર્ચા જોર પકડ્યું હતું આ ઉપરાંત ઉમેદવારનું નામ જાહેર થતાં ઉમેદવાર કેવો છે કેવું કામ કરશે વગેરે જેવી બાબતો ગ્રામજનોમાં ચર્ચા રહી છે . બીજી બાજુ અમુક લોકોમાં અનેક તર્ક-વિત ર્ક પણ શરૂ થયા છે.

મોરઝર (તા. ભાણવડ )
ચુંટણીની ચર્ચાઓ પુરજોશમાં, મોંઘવારી મુદ્દે કટાક્ષ
મોરઝર| ભાણવડ તાલુકાના મોરઝર ગામમાં ચૂંટણી આવતા જ મોંઘવારી પેટ્રોલ-ડીઝલ વગેરે મુદ્દાને લઈને ગામમાં ચર્ચાનો દોર શરૂ થઈ ગયો છે. ગામની કુલ 2300 ની વસ્તી છે જેમાં 1979 મતદારો છે. ચૂંટણી જાહેર થતા ગામના ખેતર, વાડીએ આખો દિવસ તેની ચર્ચા થઇ રહી છે. જયાં લોકો એકઠા થાય છે ત્યાં ચૂંટણીલક્ષી વાતો સાથે મોંઘવારી પર કટાક્ષ થઇ રહ્યા છે. ચંૂટણી જાહેર થતાં જ લોકોમાં ચ ર્ચાઓ શરૂ થઈ છે.

ઉદેપુર ( તા. કલ્યાણપુર )
ખેડૂતો વાવણી કાર્યમાં વ્યસ્ત, હજુ નીરસ માહોલ
ઉદેપુર | કલ્યાણપુર તાલુકાના ઉદેપુર ગામમાં ચૂંટણીલક્ષી કોઈ વાતાવરણ જ નથી. કારણકે ધીમા પગલે શિયાળાની શરૂઆત થઈ છે ત્યારે ગામમાં ખેડૂતો વધુ હોવાથી સીઝનના પાકની વાવણી કરવામાં ખેતરોમાં વ્યસ્ત હોય છે અને સાંજે ભેગા થાય ત્યારે ભાગ્યે જ ચૂંટણીની વાત થાય છે. એમાં અલગ અલગ યોજના વિશે ચર્ચા કરી રહ્યા છે. જો કે,ચૂંટણીના મતદાન પૂ ર્વેના અંતિમ ચરણમાં ચૂંટણીલક્ષી ચ ર્ચાઓ ગરમાવો પકડશે.

ગોકલપર ( તા. કલ્યાણપુર )
હજુ વાતાવરણ ઉદાસીન , વાયદા મુદ્દે ટીપ્પણી

ગોકલપર | કલ્યાણપુર તાલુકાના ગોલકપર ગામમાં રાજકીય પક્ષને જોઈને સામાન્ય રીતે મતદાન થતું હોય છે. પરંતુ આ વર્ષે ઉમેદવારોની ચર્ચા જોર પકડ્યું છે. ઉપરાંત બીજી બાજુ હવે ચુંટણીઓમાં અનેક વાયદાઓ પણ કરાઇ છે તેવા કટાક્ષ અને ટિપ્પણીઓ ગ્રામજનોમાં થઈ રહી છે.હજુ ચૂંટણીલક્ષી કોઈ ખાસ વાતાવરણ હજુ જામ્યુ નથી. ચૂંટણી આવતા જ અપાતા જુદા જુદા વાયદાઓ પર કટાક્ષ અમુક ગ્રામજનો કરી રહ્યા છે.

ગાગા (તા . કાલાવડ)
ખેડુતો ખેતરોમાં વ્યસ્ત, ચૂંટણીની નહિવત ચર્ચા
ગાગા | કલ્યાણપુર તાલુકા ગાગા ગામમાં ચૂંટણીનો કોઈ માહોલ જામ્યો નથી . કારણે ગામમાં મોટાભાગે ખેડૂતો જ રહે છે શિયાળો આવ્યો છે એટલે ખેડૂતોમાં સીઝન ચાલતી હોવાથી તેઓ આખો દિવસ ખેતરે અને વાડીએ જ હોય છે આથી કોઈને ચર્ચા કરવા માટે સમય જ નથી ચૂંટણીના છેલ્લા બે ત્રણ દિવસમાં ચર્ચા થાય તો થાય . વળી હજી સુધી ગામમાં એકલ - દોકલ જ પ્રચારક આવ્યા છે . હવે પ્રચાર કા ર્ય પણ સંભવત વેગ પકડશે.

અન્ય સમાચારો પણ છે...