તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીનું રિએકશન:રસી લીધા બાદ હેલ્થ વર્કરને તાવ અને ઝાડા- ઉલટી, જી.જી.હોસ્પિટલમાં દાખલ

જામનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
ફીમેલ હેલ્થ વર્કરને તાવ, ઉલટી અને ઝાડા થતાં સારવાર અર્થે જી.જી.હોસ્પિટલમાં ખસેડાઇ - Divya Bhaskar
ફીમેલ હેલ્થ વર્કરને તાવ, ઉલટી અને ઝાડા થતાં સારવાર અર્થે જી.જી.હોસ્પિટલમાં ખસેડાઇ
 • 30 જેટલા અન્ય આરોગ્ય કર્મચારીઓને પણ સામાન્ય અસર
 • પાણાખાણ આરોગ્ય કેન્દ્રમાં રસી લીધી હતી

જામનગરમાં કોરોના રસી લીધા બાદ ફીમેલ હેલ્થ વર્કરને તાવ, ઉલટી અને ઝાડા થતાં સારવાર અર્થે જી.જી.હોસ્પિટલમાં ખસેડાઇ છે. અન્ય આરોગ્ય કર્મીઓને સામાન્ય અસર થતાં તંત્ર ધંધે લાગ્યું હતું. જો કે, સારવાર બાદ આરોગ્ય કર્મીઓ સ્વસ્થ થતાં તંત્રએ હાશકારો અનુભવ્યો છે. રાજયની સાથે જામનગરમાં આરોગ્ય કર્મીઓને ગત શનિવારથી કોરોના પ્રતિરોધક રસી કોવિશિલ્ડ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ દરમ્યાન શનિવારે પાણાખાણ આરોગ્ય કેન્દ્રના સ્ટાફને કોરોના પ્રતિરોધક રસી આપવામાં આવી હતી.

પરંતુ રસીકરણની થોડી કલાકો બાદ એક ફીમેલ હેલ્થ વર્કરને તાવ, ઉલટી અને ઝાડા થતાં સારવાર અર્થે જી.જી.હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જયારે અન્ય કર્મીઓને પણ સામાન્ય તાવ આવ્યો હતો. જો કે, સારવાર બાદ તમામ સ્વસ્થ થતાં તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. બીજી બાજુ જે ફીમેલ હેલ્થ વર્કરને રસી બાદ તાવ, ઉલટી, ઝાડા થયા તેણીને અગાઉ કોરોના થયો હોય શરીર નબળું પડી ગયું હોવાથી આ તકલીફ થઇ હોવાનું આરોગ્ય કેન્દ્રના તબીબે જણાવ્યું હતું.

કાેરોનાની રસી લીધા પછી 8 થી 10 કલાક બાદ ઠંડી ચડી, તાવ આવ્યો, ફીમેલ હેલ્થ વર્કર
જામનગર શહેરના પાણાખાણ આરોગ્ય કેન્દ્રમાં કોરોનાની રસી લીધા બાદ તાવ, ઉલટીને કારણે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવેલી ફીમેલ હેલ્થ વર્કરે જણાવ્યું હતું કે, શનિવારે સવારે 10.30 કલાકે મે તથા અન્ય સ્ટાફ કર્મીઓએ કોરોના પ્રતિરોધક રસી લીધી હતી. રસી લીધા બાદ મને તથા 50 ના સ્ટાફમાંથી 30 થી વધુ કર્મીઓને તાવ આવ્યો હોવાનું અન્ય કર્મીઓએ ફોન પર જણાવ્યું હોવાનું તથા રસી લીધાના 8 થી 10 કલાક પછી તાવ અને ઠંડી લાગી હોવાનું ફીમેલ હેલ્થ વર્કરે ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો