પોષણ માસની ઉજવણી:શહેરના આંગણવાડી કેન્દ્ર પર સગર્ભા, ધાત્રી અને કિશોરીઓનું આરોગ્ય પરીક્ષણ કરાયું

જામનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોષણ માસ નિમિતે વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે

જામનગર મા કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં સપ્ટેમ્બર મહિના દરમિયાન પોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે જે ઉજવણીના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજય ખરાડી ની સૂચના શહેરના આંગણવાડી કેન્દ્ર પર પોષણ માસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો નું આયોજન હાથ ધરવામાં આવ્યું છે જે અંતર્ગત સગર્ભાધાત્રી અને કિશોરીઓની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી.

આ કેમ્પમાં સગર્ભા ધાત્રી અને કિશોરીઓ ની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી જેમાં સગર્ભાઓ ને કઈ કઈ કાળજીઓ રાખવી , બાળક ના જન્મ બાદ 6 મહિના સુધી માત્ર સ્તનપાન કરાવવું અને તેનું મહત્વ , ધાત્રી માતાઓને રાખવાની થતી કાળજી તેના બાળકો ની આરોગ્ય સ્થિતિ અને નબળી સ્થિતિ હોઈ તો સુધારવા માટે કયો પોષણ યુક્ત ખોરાક દેવો તે અંગે સમજ આપી. અને કિશોરીઓ ને સ્ત્રીરોગ થી બચવા અંગે સૂચન અને પોષણ વર્ધક આહાર નું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...