નેવી વીકની ઉજવણી:INS વાલસુરા દ્વારા નેવી મોડા ગામે આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન કરવામા આવ્યું

જામનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નેવીના અધિકારીઓની ઉપસ્થિતિમાં કેમ્પનું ઉદઘાટન
  • ગ્રામજનોની આરોગ્ય ચકાસણી કરવામાં આવી

ભારતીય નૌસેના દ્વારા દર વર્ષે 4 ડિસેમ્બરના રોજ નૌસેના દિવસની ઉજવણી કરવામાં આવે છે.

4 ડિસેમ્બર 1971ના રોજ ભારત-પાકિસ્તાનના યુધ્ધ દરમિયાન ભારતીય નૌસેનાના જહાજો દ્વારા કરાચી બંદર ઉપર કરવામાં આવેલ સફળ મિસાઇલ હુમલાની યાદમાં નૌસેના દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરુપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત ભારતીય નૌસેના વાલસુરા દ્વારા સામાજિક જવાબદારીના ભાગરુપે આજરોજ નેવીમોડા ગામે આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

વાલસુરા દ્વારા આયોજિત આ આરોગ્ય નિદાન કેમ્પનું નેવીના અધિકારીઓના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ આરોગ્ય નિદાન કેમ્પમાં નેવીમોડા ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં અને

આરોગ્ય નિદાન કેમ્પનો લાભ લીધો હતો. ડોકટરો દ્વારા ગ્રામજનોના આરોગ્યની ચકાસણી કરી નિદાન સારવાર આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...