ગુજરાત પ્રદેશ ડોકટર સેલના આયોજન અને જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરાના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લા ભાજપ ડોકટર સેલ દ્વારા તા. 15 મેના જામનગર જિલ્લાના જામજોધપુર, ધ્રોલ અને કાલાવડ તાલુકામાં સગર્ભા માતા અને ગર્ભસ્થ શીશુઓના આરોગ્ય વિષયક ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પમાં સગર્ભા માતાઓની સોનોગ્રાફી વિનામૂલ્યે કરી આપવામાં આવશે. જરૂર જણાયે આગળ સારવાર માટે દર્દીઓને રીફર કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તા. 15 મેના સવારે 9.30 થી 12.30 દરમિયાન આયોજિત કેમ્પોમાં જામજોપુર તાલુકાનો કેમ્પ હેમખેમ હોસ્પિટલ, રાજાણી કોમ્પલેક્ષ, જામજોધપુરમાં યોજાયેલ છે.
ડો. કશ્યપભાઈ ભાલોડીયા સેવા આપશે (મો. 81406 22192), ધ્રોલમાં અંબર બેકબોન મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં ડો. અવનિકાબેન મુંગરા સેવા આપશે મો. 99093 35252 તથા કાલાવડમાં શાંખલા ક્લિનીક, સાગર કોમ્પલેક્ષ, ધોરાજી રોડ, કાલાવડમાં ડો. શિલ્પીબેન શાંખલા સેવા આપશે મો. 93286 78847. કેમ્પનો લાભ લેવા માટે દર્દીઓ સીધા જ ડોકટરના નંબર પર રજિસ્ટ્રેશન કરાવી શકે છે તેમજ સ્થળ પર પણ નામ નોંધાવી શકશે.
કેમ્પનો મોટી સંખ્યામાં બહેનો લાભ લે તે માટે ભાજપના સૌ કાર્યકરો અને મહિલા મોરચાના કાર્યકરો ઉપરાંત આશા વર્કર બહેનોને બહોળા પ્રચાર પ્રસાર માટે જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા તથા ડોકટર સેલના કન્વીનર ડો. આર. ટી. જાડેજાએ અપીલ કરી તેમ જિલ્લા મીડીયા સેલના કન્વીનર નરેન્દ્રસિંહ પરમાર દ્વારા જણાવાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.