તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લુખ્ખા તત્વોનો આતંક:જામનગરમાં બાઈક અથડાવી વેપારી પાસેથી રૂપિયા પડાવ્યા

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લુખ્ખાઓએ લખણ ઝળકાવ્યા: સીસીટીવી ફૂટેજથી ઓળખાયા

જામનગર શહેરમાં લુખ્ખા તત્વોનો આતંક દિન-પ્રતિદિન વધી રહ્યો છે. ખોડિયાર કોલોનીમાં બાઈક પર આવેલા 3 શખસોએ ધરાર પાછળથી વાહન અથડાવી નુકસાની પેટે રૂા.2 હજાર વસૂલ કરી લૂંટ ચલાવીને ભાગી જતાં પોલીસમાં ફરિયાદ થઈ છે. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે.

જામનગર શહેરમાં છેલ્લા થોડા મહિનાઓથી અમુક લુખ્ખા તત્વોએ પૈસા પડાવવા માટેનો નવો કીમિયો અજમાવ્યો છે અને વેપારીઓના વાહન પાછળ બાઇક અથડાવીને અપશબ્દો બોલીને રોફ જમાવીને પૈસા પડાવે છે. ત્યારે ગઇકાલે જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાંથી એક વેપારી યુવક પોતાનું બાઇક લઇને પોતાના કામસર જતો હતો. ત્યારે ત્રિપલ સવારીમાં સ્કૂટરમાં આવીને વેપારીની બાઇક સાથે પાછળથી અથડાવ્યું હતું. જે બાદ ત્રણેય શખસો વેપારીને ગાળો બોલવા લાગીને નુકસાનીનો ખર્ચ માંગ્યો હતો. જેથી વેપારીએ કહેલ કે, ગાળો ન બોલો તમારો ખર્ચ આપી દવ છું. તેમ વેપારીએ કહેતા ત્રણેય શખસોએ કાઠલો પકડીને રૂા.2 હજાર કાઢી લઇ નાસી ગયા હતા. આ બનાવ અંગેના સીસીટીવી ફૂટેજ વાયરલ થતા પોલીસ દ્વારા નાશી ગયેલા ત્રણેય સામે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...