તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:જામનગરના યુવાને દોઢ લાખ આપી લગ્ન કર્યા, કન્યા માત્ર 3 જ દિવસમાં રફૂચક્કર

જામનગર8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ખોડિયાર કોલોનીમાં રહેતા પ્રિતેશ શાહ સાથે ઠગાઈ થઈ
 • કાનાછિકારી ગામના દંપતિ સામે ગુનો નોંધાયો, પોલીસ તપાસનો ધમધમાટ

લગ્ન ઇચ્છુક યુવાનોને લગ્નની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપીંડીના કેસો દિન-પ્રતિદિન વધી રહ્યા છે. તેવો જ વધુ એક ગુન્હો જામનગરમાં પ્રકાશમાં આવ્યો છે. ખોડીયાર કોલોનીમાં રહેતા યુવાનને લગ્નની લાલચ આપી કન્યા સાથે લગ્ન કર્યા બાદ 2 દિવસમાં કન્યાને લઇ જઇ 1.50 લાખ રૂપિયા ઓળવી લીધાની સિટી સી ડિવિઝનમાં ફરિયાદ નોંધાઇ છે જે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સિટી સી ડિવિઝન પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદ મુજબ શહેરના ખોડીયાર કોલોની ખાતે રાજ ચેમ્બર નજીક રહેતા પ્રિતેશભાઇ શાહ (ઉ.વ.41)ને લગ્ન કરવાના હોવાથી કાનાછિકારી ગામે રહેતા વિજયભાઇ બારોટ અને કાજલબેન વિજયભાઇ બારોટે લગ્ન કરાવવાની લાલચ આપી હતી ત્યારબાદ મહારાષ્ટ્રના નાગપુર ખાતે રહેતી પાયલબેન બંસોડ સાથે મુલાકાત કરાવી હતી. મુલાકાત બાદ લગ્નનો ભરોસો આપી પ્રિતેશભાઇના પાયલ સાથે મૈત્રી કરાર કરાવી આરોપીઓએ પ્રિતેશભાઇ પાસેથી 1.50 લાખ મેળવી લીધા હતા. ત્યારબાદ વિજયભાઇ અને કાજલબેન પાયલ બંસોડને પ્રિતેશભાઇ ઘરે 3 દિવસ રાખી હતી. 3 દિવસ રહ્યા બાદ વિજયભાઇ અને કાજલબેને ફરિયાદી પ્રિતેશભાઇ શાહના ઘરે જઇ પાયલબેનને તેમની સાથે લઇ ગયા હતા.

આમ, લગ્નની લાલચ આપી આરોપીઓએ રીતસરની છેતરપિંડી કર્યાનો ફરિયાદ નોંધાતા આ ગુન્હામાં અન્ય કોઇ સંડોવાયેલ છે કે કેમ તે દિશામાં સિટી સી ડિવિઝન પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો