તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહામારી સાથે મિલિભગત:કોરોનાએ ખાસ નાગરિકો સાથે MOU કર્યા છે ?

જામનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોનાના મામલે જામનગર પ્રશાસન દોષનો ટોપલો જનતા પર ઢોળી રહ્યું છે, તો આ નેતાઓએ પણ કઇ ગાઇડલાઇન પાળી છે
 • ભાસ્કરે છેલ્લા કેટલાક દિવસોની એ તસવીરો એકઠી કરી, જેમાં નેતાઓ જ સોશિયલ ડિસ્ટન્સ, માસ્કના નિયમોનો ઉલાળિયો કરતા દેખાયા !

ભાજપ : પ્રજાએ વિશ્વાસ મુકીને આખા શહેરના વહિવટ માટે જંગી બહુમતિથી ચૂંટ્યા છે ત્યારે તમારી જવાબદારી તો વિશેષ બને છે
જામનગરના મેયર તરીકે બીનાબેન કોઠારીનું નામ જાહેર કરવા ધનસુખ ભંડેરી આવ્યા હતાં એ સમયે બધાએ હોંશેહોંશે હાર પહેરી લીધા હતાં, પણ એક વ્યકિત સિવાય બાકીના બધા નેતાઓ માસ્ક પહેરવાનું ભુલી ગયા હતાં.

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં જંગી બહુમતિથી વિજેતા બન્યા પછી 12મી માર્ચે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓની પ્રથમ સ્ટેન્ડીંગ બેઠક મળી હતી. આ બેઠકમાં એકપણ કોર્પોરેટરે મો અને નાક પર માસ્ક ચડાવેલું નથી. મહામારીની મજાક ઉડાવતા હોય એમ કેટલાક નેતાઓના માસ્ક દાઢી નીચે લટકી રહેલા અવશ્ય દેખાય છે. કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની પહેલી જવાબદારી તો પ્રજાના પ્રતિનિધિઓની જ બને છે ને ?

કોંગ્રેસ : કોરોના ગાઇડલાઇનના સરાજાહેર ધજાગરા ઉડાવવામાં કોંગ્રેસ પણ કમ નથી, આ તસવીરો બોલતો પુરાવો છે
​​​​​​​જામનગરમાં ગંદા પાણીની સમસ્યા મામલે વિરોધ વંટોળ ઉઠતા કોંગ્રેસના નેતાઓ પણ વહેતી ગંગામાં હાથ ધોવા સસોઇ ડેમની મુલાકાતે દોડી ગયા હતાં. જોકે, એમાંથી પણ કાેઇએ માસ્ક પહેરવાની તસ્દી લીધી ન હતી.

જામનગરના હવાઇચોકમાં શહીદ ભગતસિંહની પ્રતિમાને ફુલહાર કરવા માટે તાજેતરમાં જ ગયેલા શહીદદિને કોંગ્રેસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડયા હતાં અને સોશિયલ ડિસ્ટન્સના છડેચોક લીરેલીરા ઉડાવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો