જામનગર:હાર્દિક પટેલે કહ્યું- ‘નીતિનભાઈ સહિતના ધારાસભ્યો માટે કોંગ્રેસના દરવાજા ખુલ્લા છે’

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
જામનગરમાં અસરગ્રસ્તોની મુલાકાતે આવેલા હાર્દિક પટેલ. - Divya Bhaskar
જામનગરમાં અસરગ્રસ્તોની મુલાકાતે આવેલા હાર્દિક પટેલ.
  • ભાજપ પાસે હવે નેતા રહ્યા નથી, ગુજરાતની જનતા ઘરભેગી કરશે

જામનગર શહેર-જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્તોની મુલાકાતે ગુરૂવારે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે લીધી હતી. સ્થળ નિરીક્ષણ અને અસરગ્રસ્તો સાથે ચર્ચા બાદ તંત્ર અને સિંચાઇ વિભાગની બેદરકારીને કારણે તારાજી સર્જાઇ હોવાનું જણાવી કલેકટરને આવેદનપત્ર પાઠવી સહાય ચૂકવવા માંગણી કરી હતી.

આ તકે તેમણે નવા મંત્રીમંડળ અંગે જણાવ્યું હતું કે, ભાજપ જે રીતે ગુજરાતમાં કામ કરી રહી છે અને નો રીપીટ થિયરીના નામે મંત્રીના પતા કાપ્યા છે. નિતિનભાઇ સહિતના મંત્રીઓ સાથ આપવા માંગતા હોય તો વિપક્ષ કોંગ્રેસના દરવાજા ખુલ્લા હોવાનું જણાવ્યું હતું. સાથે સાથે ભાજપ પાસે હવે નેતા રહ્યા નથી આથી ગુજરાતની જનતા ભાજપને ઘરભેગી કરશે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...