રાહત:હાલારમાં વરાપથી જનજીવનને હાશકારો, હજુય મેઘાવી માહોલ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3 દિવસ સુધી સાર્વત્રિક ભારે વરસાદ બાદ બુધવારે મેઘવિરામ: શહેર-જિલ્લામાં બુધવારે સુર્યઅે દર્શન દેતા લોકોએ લીઘો રાહતનો શ્વાસ

જામનગર સહિત્ જીલ્લાભરમાં રવિવારે શરૂ થયેલી મેઘસવારીએ સોમવારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા સાર્વત્રિક ભારે વરસાદ વરસ્યો હતો.ખાસ કરી કાલાવડ,જામનગર,જોડીયા અને જામજોધપુરના ગ્રામ્ય પંથકોને જળ તરબોળ કરતા વ્યાપક ખાનાખરાબી સર્જાઇ હતી.જોકે,મંગળવારે રાત્રીથી કયાંય નોંધપાત્ર વરસાદ થયો ન હતો જયારે બધુવારે સવારથી સુર્યનારાયણે દર્શન દેતા જનજીવને પણ રાહતનો શ્વાસ લીઘો છે.

જામનગર સહિત જીલ્લાભરમાં ઓણ સાલ ભાદરવો ભરપુર રહયો છે જેમાં તમામ તાલુકા મથકો અને ગ્રામ્ય પંથકમાં શ્રીકાર વરસાદે જિલ્લાના મોટા ભાગના ડેમો છલોછલ કર્યા હતા.જયારે તમામ નદી-નાળા પણ પાણીથી ગાંડાતુર થયા હતા. જામનગર,કાલાવડ, જોડીયા અને કાલાવડ પંથક સહિતના મોટા ભાગના સ્થળોએ અમુક ગામો પણ જળપ્રલયથી પ્રભાવિત થયા હતા.

સતત ત્રણ દિવસ સુધી સમયાંતરે ભારે વરસાદ વચ્ચે ગ્રામજનો પ્રભાવિત થયા હતા.જોકે,મંગળવાર રાત્રીથી વરસાદે વિરામ લીઘો હતો જયારે બુધવારે બપોરથી વરાપ નિકળતા સુર્યનારાયણે પણ ત્રણ દિવસ બાદ દર્શન દેતા જનજીવને હાશકારો અનુભવ્યો છે. જામનગર શહેર સહિતના સ્થળોએ બુધવારે સવારે તડકો નિકળ્યો હતો.જોકે,મોડી સાંજે ફરી સમયાંતરે મેઘાવી માહોલ પણ જોવા મળ્યો હતો.

જામનગરમાં મહત્તમ તાપમાન ચાર ડિગ્રી ઊંચકાયું
જામનગરમાં સતત બે દિવસ વરસાદી માહોલ બાદ બુધવારે તાપમાનનો પારો ૪ ડિગ્રી ઉછળતા મહત્તમ તાપમાન 32ડિગ્રી નોંધાયું હતું.શહેરમાં સોમવાર તથા મંગળવારે લઘુતમ તાપમાન 28.5 થી 28.8 ડિગ્રી રહ્યો હતું. બુધવારે સવારથી જ વરસાદે વિરામ લેતા તાપમાન 4ડિગ્રીનો વધારો જોવા મળ્યો છે.

જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 97 ટકા થયું હતું.જોકે, મેઘરાજા હેત વરસાવ્યા બાદ પણ વાતાવરણ ઠંડક પ્રસરી હતી.બુધવારે ભેજ વધતા અને પવનની ગતિમાં ઘટાડો થતા શહેરીજનોએ બપોરના સમયે બફારાનો પણ અહેસાસ કર્યો હતો.

જામવંથલીમાં વધુ 8 ઇંચ, અન્યત્ર અડધાથી બે ઇંચ વરસાદ
જામનગર સહિત જિલ્લાના ગ્રામ્ય પંથકમાં મંગળવારે મોડી રાત્રી સુધી હળવો ભારે વરસાદ પડયો હતો જેમાં જામવંથલી ગામે બુધવારે સવારે પુરા થતા છેલ્લા 24 કલાક સુધીમાં 195 મીમી વરસાદ નોંધાયો છે.જયારે ધ્ાફા, સમાણા, મોટી બાણુંગાર, ફલ્લા, અલીયા, હડીયાણા, જાલીયા દેવાણી, વાંસજાળીયા, પીપરટોડા, સહિતના ગ્રામ્ય પંથકમાં અડધાથી ત્રણેક ઇંચ પાણી વરસ્યુ હોવાનુ સુત્રોએ જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...