તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બમ્પર આવક:હાપા યાર્ડમાં ધાણા અને ચણાની 36000 હજાર ગુણીની આવક થઇ, વાહનોની લાઈનો 2 કિ.મી સુધી જોવા મળી

જામનગર12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • માર્ચ માસના કારણે સાત દિવસ યાર્ડ બંધ રહ્યાં બાદ આજથી હરાજી શરૂ

જામનગર હાપા માર્કેટ યાર્ડ માર્ચ એન્ડિંગના કારણે સાત દિવસ બંધ હતો. જેમાં આજથી ફરીથી જણસોની આવક થતા ધાણાની 22000 હજાર અને ચણાની 14000 હજાર ગુણીની વિક્રમ જનક આવક થઈ હતી.

અન્ય જણસોની મોડી સાંજે આવક થતાં હરાજી આજથી શરૂ

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હાપા યાર્ડ અને માર્ચ માસના કારણે 31 માર્ચ સુધી વેપારી પ્રવૃત્તિ બંધ રહી હતી. જે પછી ફરીથી આજે યાર્ડ ખાતે આવક લેવાની કામગીરી હાથ ધરાઈ હતી.

હાપ યાર્ડ માં લાંબી વાહનોની લાઈનો લાગી.
હાપ યાર્ડ માં લાંબી વાહનોની લાઈનો લાગી.

જેમાં નાણાંની આવક જિલ્લાભરમાંથી શરૂ થતા 200 જેટલા વાહનોમાં 22000 હજાર ગુણીની આવક થવા પામી હતી. જ્યારે ચણાની આવક 14000 હજાર ગુણીની થઇ હતી. જેમાં જણસોની આવક થતાં વાહનોની 2 કિમી સુધી લાંબી કતારો લાગી ગઇ હતી. જ્યારે રાત્રિના ઘઉંના પાળની, અજમો, રાયડો, લસણ , એરંડાની આવક પણ શરૂ કરવામાં આવી હતી. આજે એપ્રિલમાં તમામ જસણોની હરાજી રાબેતા મુજબ પ્રક્રિયા હાથ ધરાશે તેમ હાપા યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો