ખેડૂતોમાં આનંદની લાગણી:હાપા યાર્ડ કપાસથી ઉભરાયું, 2 દિવસમાં 19329 મણ આવક, સીઝન શરૂ થતાં 1,06,570 મણ જણસ ઠલવાઇ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તલ, જીરૂ, અજમા, ધાણાના ઉંચા ભાવ મળ્યા

જામનગર માર્કેટ યાર્ડમાં દિવાળીની રજા બાદ સીઝન શરૂ થતાં બે દિવસમાં 106570 મણ જુદી-જુદી જણસ ઠલવાઇ છે. જેમાં કપાસની સૌથી વધુ 19329 મણ આવક થઇ છે. હરાજીમાં તલ, જીરૂ, અજમા, ધાણા, કલોંજીના ઉંચા ભાવ મળતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ છે. દિવાળીના વેકેશન બાદ જામનગર માર્કેટ યાર્ડ નવા વર્ષમાં પુનઃ ધમધમતું થયું છે.

સોમવારે કપાસની 11112 તો મંગળવારે 8217 મણ આવક થઇ હતી.હરાજીમાં તેનો ભાવ રૂ.1390 થી 1770 બોલાયો હતો. લસણની પણ 5067 મણ આવક થવા પામી હતી. જયારે અડદની 3094, ચણાની 2142, તલીની 1050, રાયડાની 1012, કપાસની 8217, જીરૂની 1023, અજમાની 909, ધાણાની 219, સૂકી ડુંગળીની 2202, સૂકા મરચાની 67, સોયાબીનની 4290, વટાણાની 75 મણ આવક થઇ હતી.

હરાજીમાં મગના રૂ.800-1340, અડદના રૂ.1000-1520, ચોળીના રૂ.580-1280, ચણાના રૂ.825-930, તલીના રૂ.2300-2585, રાયડાના રૂ.950-1195, લસણના રૂ.80-426, કપાસના રૂ.1390-1770, જીરૂના રૂ.3400-4390, અજમા રૂ.1540-2200, ધાણાના રૂ.1800-2010, સૂકી ડુંગળીના રૂ.75-470, સૂકા મરચાના રૂ.2250-6005, સોયાબીનના રૂ.970-1013, વટાણાના રૂ.640-800 બોલાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...