• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • Hapa Station Kumar School Held Std. Farewell Ceremony Of 8th, Book Gift Was Given To The Students, Report Of Activities Was Presented

વિદાય સમારંભ:હાપા સ્ટેશન કુમાર શાળામાં યોજાયો ધો. 8નો વિદાય સમારંભ, વિદ્યાર્થીઓને બૂક ભેટ અપાઇ, પ્રવૃતિઓનો અહેવાલ રજૂ કરાયો

જામનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક

હાપા સ્ટેશન કુમાર શાળામાં ધો.8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ તા. 20ના યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત સર્વધર્મ પ્રાર્થનાથી કરવામાં આવેલ હતી. શાળાના સંગીત શિક્ષક પરમાર રાજેશભાઈએ વિદાય ગીત રજૂ કર્યું હતું. ધો. 8ના વર્ગ શિક્ષક ત્રિવેદી પારૂલબહેને સમગ્ર વર્ષ દરમિયાન કરવામાં આવેલ પ્રવૃતીઓનો અહેવાલ રજૂ કર્યો હતો તેમજ અન્ય શિક્ષકોએ વિદ્યાર્થીઓને શુભકામનાઓ આપી હતી.

પ્રિન્સિપાલ મહેશભાઈ ભટ્ટે વિદ્યાર્થીઓને આગળના અભ્યાસ માટે માર્ગદર્શન આપી શાળા દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવેલા પ્રયત્નો વર્ણવ્યા હતાં. આ ઉપરાંત વિદ્યાર્થીઓને બૂક ભેટ આપવામાં આવી હતી. શાળાના શિક્ષક ફોફરિયા રવજીભાઈએ આભાર વિધી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...