માર્કેટીંગ યાર્ડમાં વેકેશન:દિવાળીના તહેવાર નિમિતે હાપા માર્કેટીંગ યાર્ડ 8 તારીખ સુધી બંધ રહેશે, 8 તારીખથી મગફળીની આવક શરૂ થશે

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યાર્ડમાં હજારો મણ મગફળી,કપાસની આવકથી યાર્ડમાં માલનો ભરાવો થયો

જામગનરના હાપા માર્કેટીંગ યાર્ડમાં આજે તા.2 થી તા.8 સુધી દીવાળીનું મીની વેકેશન જાહેર થતાં યાર્ડનો ધમધમાટ ઠંડો પડ્યો છે. યાર્ડમાં મગફળીની મબલખ આવક થયા બાદ ગત તા.30 થી મગફળીની આવક બંધ કરવામાં આવી છે. તે સિવાય આજે કપાસની 13 હજાર મણથી વધુ આવક થવા પામી હતી. યાર્ડમાં આ સીઝનના ક્પાસની પણ ટનબંધ આવક થવા પામી છે.

જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં છેલ્લા થોડા દિવસોથી ઘઉં, કપાસ, મગફળી સહિતની 17 જેટલી જણસોની મબલખ આવક થવા પામી છે. આ સીઝનની મગફળીની પણ મોટાપાયે આવક થઈ છે. દૈનિક 9થી 10 હજાર મણના હિસાબે મગફળીની આવક લગાતાર ચાલુ રહ્યા બાદ યાર્ડ દ્વારા તા.31થી મગફળીની નવી આવક લેવાનું બંધ કરાયું છે. હવે મગફળીની આવક તા.8 ની રાત્રે 9 વાગ્યાથી સવારે 6 સુધી ચાલુ રાખવામાં આવશે. તે સીવાયની જણસો તા.8 ની સવારે 9 વાગ્યાયી લેવાનું શરુ કરવામાં આવશે. તેમ માર્કેટિંગ યાર્ડ સેક્રેટરી હિતેષભાઈ પટેલ જણાવે છે.

તા.1ના રોજ યાર્ડમાં લસણની 3420 મણ, કપાસની 13,799 મણ સહિત કુલ 17 જણસોની આવક થવા પામી હતી. યાર્ડ દિવાળીના રોજ બંધ રહ્યા બાદ તા.5ના રોજ યાર્ડનો કારોબાર વેપારીઓ દ્વારા શરુ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...